________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૭૫ ]
[ ૨૫૯ છે. અહો ! સમયસારમાં અમૃત–પરમામૃત ઘોળ્યાં છે. આચાર્યદેવે જે ( પોતાનો) ભાવસ્વરૂપ છે તેનું એમાં ઘોલન કર્યું છે.
હવે કહે છે- “તેથી તેને ભૂતાર્થ ધર્મના શ્રદ્ધાનના અભાવને લીધે (સાચું) શ્રદ્ધાન પણ નથી.'
એ ભૂતાર્થ ધર્મ કોણ? અહા! જેમાં આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન ને રમણતા પ્રગટ છે એવો જ્ઞાનમાત્ર ભાવ તે ભૂતાર્થ ધર્મ છે. જેમાં શુભરાગની ગંધેય નથી એવો જ્ઞાનમાત્ર ભાવ તે ભૂતાર્થ ધર્મ છે. અભવ્યને ભૂતાર્થ ધર્મના શ્રદ્ધાનનો અભાવ છે તેથી કહે છે કે તેને સમ્યક શ્રદ્ધાન પણ નથી.
પહેલાં કીધું કે–તેને અગિયાર અંગનું જ્ઞાન હોય તોય આત્મજ્ઞાનનો અભાવ હોવાથી સમ્યક જ્ઞાન નથી. હવે અહીં કહે છે-તેને ભૂતાર્થ ધર્મના શ્રદ્ધાનનો અભાવ હોવાથી સાચું શ્રદ્ધાનેય નથી. તેને જેમ જ્ઞાન નથી તેમ શ્રદ્ધાન પણ નથી.
હવે કહે છે- “આમ હોવાથી નિશ્ચયનય વડે વ્યવહારનયનો નિષેધ યોગ્ય જ છે.'
જાઓ, આ સિદ્ધાંત નક્કી કર્યો. “આમ હોવાથી' –એટલે શું? અગિયાર અંગનું જ્ઞાન હોય તોય આત્મજ્ઞાન વિના જ્ઞાન નહિ અને શુભાચરણથી ધર્મ છે એમ માનનારને (સાચું) શ્રદ્ધાન નહિ, ધર્મ નહિ–આમ હોવાથી નિશ્ચયનય વડે વ્યવહારનયનો નિષેધ યોગ્ય જ છે.
લ્યો, આ સિદ્ધાંત કહે છે કે નિશ્ચય વડે વ્યવહારનો નિષેધ યોગ્ય જ છે. ત્યારે એ કહે છે-તમે નિષેધ કેમ કરો છો?
ભાઈ ! તને વ્યવહારથી ધર્મ થાય એમ પક્ષ થઈ ગયો છે પણ આ તારા હિતની વાતુ કહીએ છીએ. ભાઈ ! તું માને છે એમ વસ્તુ સ્વરૂપ નથી. શું થાય? વસ્તુની સ્થિતિ આ છે કે આત્મસન્મુખતાના-સ્વ-આશ્રયના ભાવ વિના જેટલાં વ્રત, તપ આદિ છે તે બધાયનું ફળ સંસાર જ છે. એનાથી સંસાર ફળે પણ મુક્તિ ન થાય. હવે આમાં તને ઓછું આવે (ખોટું લાગે ) પણ થાય ભાઈ !
મોક્ષમાર્ગપ્રકાશકમાં છે કે-દારૂ પીનારને દારૂનો નિષેધ કરીએ તો ખોટું લાગે તેમ પુણ્યની-વ્યવહારની રુચિવાળાને વ્યવહારનો નિષેધ કરીએ એટલે ખોટું લાગે. પણ આ હિતની વાત છે ભાઈ ! આ સિવાય બીજી કઈ એવી સાચી પ્રરૂપણા છે કે સૌને સારી લાગે ? મારગ તો આવો છે પ્રભુ! કે નિશ્ચયનય વડ વ્યવહારનયનો નિષેધ યોગ્ય જ છે.
ત્યારે એ કહે છે-આવું કહેશો તો કોઈ શુભભાવ કરશે નહિ. સમાધાન- ભાઈ ! તને ખબર નથી, પણ એને શુભભાવ આવ્યા વિના રહેશે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com