________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૭૫ ]
[ ર૫૭ છે તેના સન્મુખની શ્રદ્ધા, તેના સન્મુખનું જ્ઞાન અને તેમાં જ રમણતા-એ ત્રણેની એકરૂપતાને અહીં “જ્ઞાનમાત્ર' કહ્યો છે. રાગના અભાવરૂપ એટલે જ્ઞાનમાત્ર એમ અર્થ છે. આવી વ્યાખ્યા ! સમજાણું કાંઈ....?
તે ભોગના નિમિત્તરૂપ “શુભકર્મમાત્ર” અભૂતાર્થ ધર્મને શ્રદ્ધા છે. હવે આમાં કર્મ એટલે જડ કર્મ એમ કેટલાક અર્થ કરે છે, પણ એમ નથી ભાઈ ! પુણ્ય-પાપ અધિકારમાં આવી ગયું છે કે વ્રત, તપ, શીલ, નિયમ-એ બધાં શુભકર્મ છે. શુભકર્મ એટલે શુભરાગરૂપ વિકલ્પ એમ અહીં અર્થ છે. એ બંધનું કારણ છે તેથી તેને અભૂતાર્થ-જૂઠો ધર્મ કહ્યો છે. અહા ! વ્રત, તપ, શીલ આદિનો શુભભાવ જpઠો ધર્મ છે અર્થાત્ ધર્મ નથી. આવી વાત છે !
પ્રશ્ન- હા, પણ એ તો સોનગઢવાળા કહે છે ને?
ઉત્તર- ભાઈ ! આ તો આચાર્ય-મુનિવર કહે છે ને? અને મુનિવર કહે છે એ સર્વજ્ઞ કહેલું કહે છે. અહીં તો એનો અનુવાદ-અનુ એટલે અનુસરીને વાદ નામ કથનથાય છે. કોઈને એ ન બેસે એટલે વિરોધ કરે પણ શું થાય? સૌ સ્વતંત્ર છે; એના પરિણામમાં જેવું બેઠું હોય તેવું કહું ને? કહ્યું છે ને કે
જામે જિતની બુદ્ધિ હૈ, ઈતનો દિયો બતાય;
વાંકો બુરો ન માનિયે, ઓર કહાંસે લાય.” કોઈને ન બેસે ને વિરોધ કરે તો એના પરિણામ એનામાં છે; એ પ્રત્યે વિરોધવેરની ભાવના ન હોય. “સત્વેષ મૈત્રી'. અમને તો સર્વ પ્રતિ મૈત્રીભાવ છે. વિરોધ કરે તોય એ સત્ત્વ-જીવ છે ને? અંદર આનંદઘન પ્રભુ ભગવાન છે ને? અહાહા..! બધા અંદર સ્વરૂપથી ભગવાન છે, સાધર્મી છે. અમને તો મૈત્રીભાવ છે. અમને કોઈનાય પ્રતિ અનાદરની ભાવના છે નહિ. પણ શું થાય? વસ્તુનું સ્વરૂપ આવે છે એ સાંભળીને કોઈને ઓછું આવે (દુઃખ લાગે) તો એ તો એના પરિણામ સ્વતંત્ર છે.
- તે ( –અભવ્ય) દૂઠા ધર્મને શ્રદ્ધા છે. જૂઠો ધર્મ એટલે? એટલે કે આ વ્રત, તપ, ભક્તિ આદિ શુભ પરિણામને ધર્મ માને તે નાઠો ધર્મ છે. વ્યવહારના પક્ષવાળાને આ ખટકે છે એટલે પોકારી ઉઠે છે કે-આ સોનગઢવાળા કહે છે.
પણ જો ને બાપા! આ (-શાસ્ત્ર) શું કહે છે? ભાઈ ! આ કોઈના અનાદરની વાત નથી, આ તો વસ્તુનું સ્વરૂપ છે. અહીં તો એનો અનુવાદ–અનુસરીને કથન-કરવામાં આવે છે.
હા! પણ શું થાય? એણે ઓલું માન્યું છે ને? કે આ વ્રત, તપ આદિ કરીએ છીએ તે ધર્મ છે અને એનાથી મોક્ષ થશે; તેથી આ આકરું લાગે છે. પણ બાપુ ! એ ધર્મ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com