________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૬ ]
વચન રત્નાકર ભાગ-૮ જાઓ, શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ આત્માના આશ્રયે જે જ્ઞાનમાત્ર પરિણામ ઉપજે તે કર્મથી-સંસારથી છૂટવામાં નિમિત્ત છે, તેથી તેને ભૂતાર્થ એટલે સત્યાર્થ ધર્મ કહ્યો, અને જે પરના આશ્રયે શુભકર્મમાત્ર પરિણામ થાય તે બંધમાં ને ભોગમાં નિમિત્ત છે તેથી તે અભૂતાર્થ-જૂઠો ધર્મ છે એમ કહ્યું. હવે એમાં અભવિ જીવ શુભકર્મમાત્ર અભૂતાર્થધર્મને જ શ્રદ્ધ છે, પણ સત્યાર્થ ધર્મને શ્રદ્ધતો નથી. એક જણે આ સાંભળીને કવિતાની કડી રચી હતી કે –
શુભભાવે પુણ્યબંધ છે, ધરમ શુદ્ધ-પરિણામ
પુણ્ય કર્મથી ભોગ ને, ધરમથી મુક્તિધામ.” અહાહા...! શુભભાવ છે તે નિશ્ચયથી અશુદ્ધભાવ છે અને તે ભોગનું નિમિત્ત જે પુણ્યકર્મ તેનું નિમિત્ત છે. અભવ્ય જીવ ભોગનું નિમિત્ત જે પુણ્યકર્મ તેનું કારણ જે શુભભાવ તેને ધર્મ માની તેનું શ્રદ્ધાન કરે છે પણ સત્યાર્થ ધર્મને શ્રદ્ધતો નથી. અહાહા....! પુણ્ય-પાપથી ભિન્ન ચિદાનંદઘન પ્રભુ આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન અને રમણતા તે જ્ઞાનમાત્ર શુદ્ધ પરિણામ સત્યાર્થ ધર્મ છે. અભવ્ય જીવ તેને શ્રદ્ધતો નથી.
કેવા છે તે જ્ઞાનમાત્ર શુદ્ધ પરિણામ? તો કહે છે-કર્મ ખરવામાં નિમિત્ત છે. અહાહા..! કેટલી વાત કરે છે? એ શુદ્ધ પરિણામ એણે કર્યા માટે શું કર્મ ખરી પડયાં છે? ના; એમ નથી હોં એ તો કર્મનો પરવાનો અકાળ છે. કર્મ તો એના કારણે અકાળે ખર્યા છે, ત્યારે આના શુદ્ધ પરિણામ-જ્ઞાનમાત્ર પરિણામ એમાં નિમિત્ત છે, બસ. નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરે છે એમ નહિ. આમાં લોકોને વાંધા છે. પણ ભાઈ ! જો નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરે તો નિમિત્ત રહે જ નહિ. (બન્ને એક થઈ જતાં નિમિત્તનો લોપ થઈ જાય ).
એ તો પં. શ્રી કૈલાશચંદ્રજી (કાશીવાળા) એ પત્રમાં (જૈન સંદેશમાં) લખ્યું છે કે-સોનગઢવાળા નિમિત્તનો નિષેધ કરતા નથી, પણ નિમિત્તને કર્તા માનતા નથી. એ એમ જ છે ભાઈ ! આ તો વસ્તુસ્થિતિની મર્યાદા છે; એમાં કોઈનો પક્ષ ચાલે નહિ. આ તો વીતરાગનો મારગ બાપા ! આ કોઈ પક્ષનો મારગ નથી.
અહીં કહે છે-એ (–અભવ્ય ) ભૂતાર્થ ધર્મને નથી શ્રદ્ધતો. ભૂતાર્થ એટલે જ્ઞાનમાત્ર ભાવ કીધો ને ? જ્ઞાનમાત્ર ભાવ એ ભૂતાર્થ-સાચો ધર્મ છે. અહાહા...! “જ્ઞાનમાત્ર’ એટલે વસ્તુ જે એક જ્ઞાયકભાવ એકલા ચૈતન્યનું બિંબ અંદર સચ્ચિદાનંદ સ્વરૂપે ત્રિકાળ વિરાજમાન છે તેનાં જ્ઞાન-શ્રદ્ધાન અને તેમાં જ લીનતા-રમણતા થવારૂપ ભાવને અહીં જ્ઞાનમાત્ર કહ્યો છે. એમાં રાગ નથી માટે જ્ઞાનમય કહ્યો છે.
કોઈને થાય કે “જ્ઞાનમાત્ર' કહ્યો તો શ્રદ્ધાન અને ચારિત્ર ક્યાં ગયાં? એમ નહિ ભાઈ ! અંદર આત્મા જે શુદ્ધ ચિતૂપ ત્રિકાળ ધ્રુવ એક જ્ઞાયકભાવરૂપ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com