________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૭૪
तस्यैकादशाङ्गज्ञानमस्ति इति चेत्मोक्खं असद्दहतो अभवियसत्तो दु जो अधीएज्ज। पाठो ण करेदि गुणं असद्दहंतस्स णाणं तु।। २७४।।
मोक्षमश्रद्दधानोऽभव्यसत्त्वस्तु योऽधीयीत। पाठो न करोति गुणमश्रद्दधानस्य ज्ञानं तु।। २७४।।
હવે શિષ્ય પૂછે છે કે તેને અગિયાર અંગનું જ્ઞાન તો હોય છે; છતાં તેને અજ્ઞાની કેમ કહ્યો? તેનો ઉત્તર કહે છે:
મુક્તિ તણી શ્રદ્ધારહિત અભવ્ય જીવ શાસ્ત્રો ભણે, પણ જ્ઞાનની શ્રદ્ધારહિતને પઠન એ નહિ ગુણ કરે. ૨૭૪.
ગાથાર્થ-[ મોક્ષન્ શ્રદ્ધાન: ] મોક્ષને નહિ શ્રદ્ધતો એવો [૫: સમવ્યસ્તત્ત્વ: ] જે અભવ્યજીવ છે તે [તુ થીયીત] શાસ્ત્રો તો ભણે છે, [1] પરંતુ [ જ્ઞાનં શ્રદ્ધાનચ] જ્ઞાનને નહિ શ્રદ્ધતા એવા તેને [પાd:] શાસ્ત્રપઠન [ જુનમ્ ન રોતિ ] ગુણ કરતું નથી.
ટીકા:- પ્રથમ તો મોક્ષને જ અભવ્ય જીવ, (પોતે) શુદ્ધજ્ઞાનમય આત્માનાજ્ઞાનથી શૂન્ય હોવાને લીધે, નથી શ્રદ્ધતો. તેથી જ્ઞાનને પણ તે નથી શ્રદ્ધતો. અને જ્ઞાનને નહિ શ્રદ્ધતો તે, આચારાંગ આદિ અગિયાર અંગરૂપ શ્રુતને (શાસ્ત્રને) ભણતો હોવા છતાં, શાસ્ત્ર ભણવાનો જે ગુણ તેના અભાવને લીધે જ્ઞાની નથી. જે ભિન્નવસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે; અને તે તો (અર્થાત્ એવું શુદ્ધાત્મજ્ઞાન તો), ભિન્નવસ્તુભૂત જ્ઞાનને નહિ શ્રદ્ધતા એવા અભવ્યને શાસ્ત્ર-ભણતર વડ કરી શકાતું નથી (અર્થાત્ શાસ્ત્ર-ભણતર તેને શુદ્ધાત્મજ્ઞાન કરી શક્યું નથી); માટે તેને શાસ્ત્ર ભણવાના ગુણનો અભાવ છે; અને તેથી જ્ઞાનશ્રદ્ધાનના અભાવને લીધે તે અજ્ઞાની ઠર્યો-નક્કી થયો.
ભાવાર્થ- અભવ્ય જીવ અગિયાર અંગ ભણે તો પણ તેને શુદ્ધ આત્માનું જ્ઞાનશ્રદ્ધાન થતું નથી; તેથી તેને શાસ્ત્રના ભણતર ગુણ ન કર્યો અને તેથી તે અજ્ઞાની જ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com