________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ પ્રભુ! તું ચિદાનંદઘન પરિપૂર્ણ જ્ઞાનથી ભરેલો ત્રિકાળ પરમાત્મસ્વરૂપ છો. અહા ! એના જ્ઞાન-શ્રદ્ધાન વિના પોતાને વર્તમાન પર્યાય પૂરતો, શુભરાગસ્વરૂપ માનીને ભગવાન! તેં અનંતકાળ સંસારમાં-દુ:ખમાં ગાળ્યો છે.
અહીં કહે છે-નિશ્ચય સમ્યજ્ઞાન શ્રદ્ધાન વિના તે ચારિત્ર “સમ્યક્રચારિત્ર' નામ પામતું નથી. અહા! તે પંચમહાવ્રત પાળે, હજારો રાણીઓ છોડીને બ્રહ્મચર્ય પાળે, વસ્ત્રનો ધાગોય ન રાખે, પોતાના માટે ચોકો કરી આહાર બનાવ્યો હોય તેવો ઉશિક આહાર પ્રાણ જાય તોપણ ન લે ઇત્યાદિ વ્યવહારમાં સાવધાન રહે તોય, કહે છે, તે અચારિત્ર છે, બંધનું કારણ છે. અહા ! જેટલો પરના આશ્રયવાળો ભાવ છે તે સર્વ બંધનું કારણ છે.
જુઓ, આ બંધ અધિકાર છે ને? તેથી બંધના પરિણામનું સ્વરૂપ બતાવે છે. એની સામે ત્રિકાળ અબંધસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે જે પરિણામ થાય તે અબંધ પરિણામ નિર્મળ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગના પરિણામ છે. એ અબંધ પરિણામ વિના એકાંત બંધ પરિણામવાળો જીવ આવું ક્રિયારૂપ વ્યવહારચારિત્ર પાળે તો તે ચારિત્ર “સમ્યફચારિત્ર” નામ પામતું નથી એમ કહે છે. બહુ ગંભીર શબ્દો ભાઈ ! આ ૨૭ર, ર૭૩, ૨૭૪ ગાથાઓ બહુ સરસ-એકલું માખણ છે.
આ પંચમહાવ્રતના પાળનારા ભાવલિંગી સંત-મુનિવરો કહે છે કે-સમ્યગ્દર્શન-જ્ઞાન વિના એનું (અવિનું) સઘળું વ્યવહારરૂપ આચરણ અચારિત્ર છે, મિથ્યાચારિત્ર છે.
માટે તે અજ્ઞાની મિથ્યાદષ્ટિ અને નિશ્ચારિત્ર જ છે.'
લ્યો, ટીકામાં છે તે ત્રણેય બોલ લઈ લીધા. ૧૧મી ગાથાના ભાવાર્થમાં આવે છે કે “પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ જાણી બહુ કર્યો છે, પણ એનું ફળ સંસાર જ છે.” જાઓ, આમાં હસ્તાવલંબ” (નિમિત્ત) શબ્દ સાથે ગાથામાં કહેલા “જિનવરે કહેલો વ્યવહાર” –એ શબ્દો સાથે મળે છે. તેનું ફળ સંસાર છે ” –એમ મેળ છે.
હવે પર્યાયમાં પોતાનો ભગવાન આનંદનો નાથ પ્રભુ આત્મા પ્રાપ્ત ન થયો હોય અને બાહ્ય વ્યવહારની-શુભની ક્રિયા કર્યા કરે પણ એ બધું અચારિત્ર છે. (વ્યવહારચારિત્રેય નહિ). અરે ! આવી ખબર ન મળે અને માની બેસે કે અમે ધર્મ કરીએ છીએ તેને કહીએ છીએ કે–ભાઈ ! જીવન જાય છે જીવન; આવો અવસર મળવો મહા મુશ્કેલ છે. ભાઈ ! આ મનુષ્યપણું ને આવી જિનવાણી મહા ભાગ્ય હોય તો મળે છે. (માટે અંદરમાં જાગ્રત થઈ સાવધાન થા).
[ પ્રવચન નં. ૩૨૯ (શેષ) અને ૩૩) * દિનાંક ૨૧-૩-૭૭ અને ૨૨-૩-૭૭]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com