________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૭૩ ]
[ ૨૩૯ ૧૭-૧૮ ટીકા) તોપણ ભગવાન જ્ઞાયકની દષ્ટિ વિના જેને તેના સમ્યક જ્ઞાન-શ્રદ્ધાન થયાં નથી તે એકલો બાહ્ય વ્યવહાર પાળો તો પાળો, પણ તેને તે બંધનું જ કારણ થાય છે; એ જિનવરે કહેલો વ્યવહાર હોં. જિનવરે કહેલો કેમ કહ્યું? કેમકે જિનવરે કહેલો વ્યવહાર જ યથાર્થ ને સર્વોત્કૃષ્ટ છે. અજ્ઞાનીઓએ કહેલો વ્યવહાર સત્યાર્થ હોઈ શકે જ નહિ. અહીં? નિગોદના એકેન્દ્રિય જીવો સુદ્ધાં છકાયના જીવોની દયાનો વિકલ્પ જૈનશાસન સિવાય બીજે કયાંય (અન્યમતમાં) છે નહિ.
આત્મા ત્રણલોકનો નાથ પ્રભુ અંદર સદા એક જ્ઞાયકભાવપણે ભગવાન સ્વરૂપે બિરાજમાન છે. તેને દષ્ટિમાં લઈને તેનાં જ્ઞાન-શ્રદ્ધાન કર્યા વિના જિનવરકથિત વ્યવહારની જેટલી ક્રિયાઓ કરવામાં આવે તે બધીય બંધનું કારણ થાય છે. અહા ! જેમાં અબંધસ્વરૂપી ભગવાન ન આવતાં બંધસ્વરૂપ એવા રાગાદિ આવે તે બધીય ક્રિયાઓ સંસારનુંબંધનું કારણ થાય છે. થાય શું? એ ક્રિયાઓનો એવો જ સ્વભાવ છે. સમજાણું કંઈ ?
વસ્તુસ્વરૂપ તો આવું છે. પણ લોકોને એમ કે વ્યવહારથી પણ થાય અને નિશ્ચયથી પણ થાય, એને અનેકાન્ત કહેવાય.
બાપુ! એ કાંઈ અનેકાન્ત નથી, એ તો ફુદડીવાદ છે, મિથ્યા એકાન્ત છે, અહીં તો એમ સિદ્ધ કર્યું કે આવો ( ભગવાનનો કહેલો, સર્વોત્કૃષ્ટ, યથાર્થ) વ્યવહાર પણ સમકિતનું કારણ નથી. જે પોતે જ સમ્યક્રસ્વરૂપ ( આત્મસ્વરૂપ ) નથી તે સમકિતનું કારણ કેમ થાય? સમકિત તો ત્રણલોકનો નાથ ત્રિકાળી એક જ્ઞાયકભાવસ્વરૂપ આત્માના આશ્રયે થાય છે અને એ સિવાય બીજી કોઈ રીતે નિમિત્તના કે વ્યવહારના આશ્રયે થતું નથી. આ અસ્તિ-નાસ્તિરૂપ અનેકાન્ત છે.
અહા! સ્વ-સ્વરૂપના જ્ઞાન-શ્રદ્ધાન વિના બધીય વ્યવહાર સંસાર છે. જેનાથી સ્વર્ગનાં પદ મળે એ ભાવ પણ સંસાર છે, દુઃખ છે. ગાથા ૪૫ કહ્યું છે ને કે
રે કર્મ અષ્ટ પ્રકારનું જિન સર્વ પુદ્ગલમય કહે,
પરિપાક સમયે જેહનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે.” જ્ઞાનાવરણ આદિ આઠેય કર્મનું ફળ દુઃખ છે ભાઈ ! આ વ્યવહારના શુભરાગથી શાતાવેદનીય બંધાય અને એના ઉદયમાં આ સામગ્રી-પાંચ-પચીસ કરોડની ધૂળ (સંપત્તિ), આબરૂ, કીર્તિ આદિ મળે પણ એ બધું દુઃખના જ કારણરૂપ છે, (એક ભગવાન આત્મા જ સુખના કારણરૂપ છે). અહાહા..! આ વ્યવહારચારિત્ર તું પાળે એ વર્તમાન દુઃખરૂપ છે અને એના નિમિત્તે જે કર્મપ્રકૃતિ (પુણ્યપ્રકૃતિ ) બંધાય તે ઝેરનાં ઝાડ છે ભાઈ ! એનાં ફળ જે આ બધો (દેવપદ, રાજપદ, વગેરેનો) ઠાઠમાઠ તે દુઃખરૂપ જ છે. ભાઈ! આ વીતરાગદેવની વાણીમાં આવેલી વાત છે. સમજાણું કાંઈ..?
અહાહા...! ભગવાન! તું કોણ છો? કેવડો છો? તને ખબર નથી પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com