________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮
સમયસાર ગાથા ૨૭૪ : મથાળું
હવે શિષ્ય પૂછે છે કે–તેને અગિયાર અંગનું જ્ઞાન તો હોય છે; છતાં તેને અજ્ઞાની કેમ કહ્યો ?
જુઓ, અગિયાર અંગમાં પહેલા ‘આચારાંગ 'માં ૧૮ હજાર પદ (–પ્રકરણ ) છે અને એક પદમાં ૫૧ કરોડથી ઝાઝેરા શ્લોક છે. એમ બીજા ‘સૂયગડાંગ ’માં પહેલાથી બમણાં એટલે ૩૬ હજા૨ પદ છે, અને દરેક પદમાં ૫૧ કરોડથી ઝાઝેરા શ્લોક છે. આ પ્રમાણે ક્રમથી ‘ ઠાણાંગ' આદિ આગળ આગળના અંગમાં ૧૧ અંગ સુધી બમણાં-બમણાં પદ કરતા જવું. અહાહા...! આવું જેને અગિયાર અંગનું જ્ઞાન કંઠાગ્ર હોય તેને મહારાજ! આપ અજ્ઞાની કહો છો એ કઈ રીતે છે?
અભયને અગિયાર અંગ ઉપરાંત બારમા અંગના અંતર્ગત ચૌદ પૂર્વમાંથી નવ પૂર્વ સુધીનું જ્ઞાન હોય છે, પણ તેને બાર અંગનું પૂરું જ્ઞાન ીય હોતું નથી તેથી અહીં ૧૧ અંગનું જ્ઞાન હોય છે એમ સાધારણ વાત લીધી છે. અહા ! ૧૧ અંગના અબજો શ્લોકો જેને મોઢે હોય તેને આપ અજ્ઞાની કેમ કહો છો ? તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ
* ગાથા ૨૭૪ : ગાથાર્થ ઉ૫૨નું પ્રવચન *
ગાથામાં ‘પાડો ન રેવિ ગુણં’ એમ ‘પાઠ' શબ્દ લીધો છે ને? એનો અર્થ એ કે ૧૧ અંગના પાઠનું-શબ્દોનું એને જ્ઞાન હોય છે. શું કીધું? કે જેમાં જાણનારો જ્ઞાયક પ્રભુ આત્મા આવ્યો નથી એવું અગિયાર અંગનું જ્ઞાન એને હોય છે.
પંડિત શ્રી ટોડરમલજીની ‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠી' માં આવે છે કે- ‘જૈનાગમમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે તેને તેવું જાણી તેમાં પોતાના પરિણામોને મગ્ન કરે છે તેથી તેને આગમ પરોક્ષપ્રમાણ કહીએ. ત્યાં પરોક્ષપ્રમાણ સિદ્ધ કરવું છે. પરોક્ષપ્રમાણના પાંચ ભેદ છેઃ સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન ને આગમ. ત્યાં આગમે જેવું સ્વરૂપ કહ્યું તેવું જાણ્યું, ને જાણીને પરિણામ સ્વરૂપમાં મગ્ન કર્યા એનું નામ સ્વાનુભવદશા, એનું નામ સમ્યગ્દર્શન.
અહા! અનુભવમાં આત્મા તો પરોક્ષ જ છે, કાંઈ આત્માના પ્રદેશે આદિ પ્રત્યક્ષ ભાસતા નથી. પરંતુ સ્વરૂપમાં પરિણામ મગ્ન થતાં જે સ્વાનુભવ પ્રગટ થયો તે સ્વાનુભવ પ્રત્યક્ષ છે. એ સ્વાનુભવનો સ્વાદ કાંઈ આગમાદિ પરોક્ષ પ્રમાણાદિ વડે જણાતો નથી. પોતે જ એ અનુભવના રસાસ્વાદને વેદે છે. વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે, પણ (મતિશ્રુત ) જ્ઞાનની અપેક્ષાએ આત્મા પરોક્ષ છે.
સમકિતીને સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન આદિ અપેક્ષાએ આત્મા પરોક્ષ છે. પૂર્વે જાણ્યું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com