________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૭૩ ]
[ ૨૩૭ (બાહ્ય શુદ્ધિ માટે), મોરપીંછી (જીવ-જંતુની જતના માટે), અને શાસ્ત્ર (સ્વાધ્યાય માટે) એ ત્રણ સંયમનાં ઉપકરણ હોય છે; આ સિવાય મુનિને કાંઈ ન હોય. વળી તે આત્મજ્ઞાનસહિત વર્તે, અને એનો બાહ્ય વ્યવહાર પણ ભગવાને કહ્યો છે તેવો જ હોય. અહીં કહે છે-આત્મજ્ઞાન વિના અભવ્ય જીવે અનંતવાર ભગવાને કહેલો વ્યવહાર પાળ્યો, પણ એથી શું લાભ? માત્ર સંસાર જ ફળ્યો; પરિભ્રમણ ઊભું જ રહ્યું.
| ઉત્સર્ગસમિતિમાં પણ તે જીવ-જંતુરહિત જગ્યાએ મળ (વિષ્ટા), મૂત્ર વગેરેને નાખે, અને તે પણ પ્રમાદરહિત સાવધાનીપૂર્વક. અહા ! એકેન્દ્રિયાદિ કોઈપણ જીવને બાધા-પીડા ન પહોંચે એ રીતે એણે મળ આદિનો ત્યાગ અનંતવાર કર્યો, ઉત્સર્ગસમિતિનું અનંતવાર યથાવત્ પાલન કર્યું, પણ એ બધી શુભની ક્રિયાઓ એને શું લાભ કરે? માત્ર સંસારનો જ લાભ કરે.
આ પ્રમાણે ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિનું સાવધાની ભર્યું આચરણ અભવ્યને પણ હોય છે, પણ એને ધર્મ થતો નથી.
અહા ! આચાર્યદવ પોકાર કરી કહે છે કે-અભવ્ય પણ અહિંસાદિ પાંચ મહાવ્રતરૂપ વ્યવહારચારિત્ર પાળે છે પણ એને કોઈ દિ' અનંત ભવમાંથી એક પણ ભાવ ઘટતો નથી. તું કહે છે–એનાથી મને ધર્મ થઈ જાય; પણ એ કેમ બને ભાઈ? મહાવ્રતાદિ સઘળી વ્યવહારની ક્રિયાઓ અનાત્મરૂપ છે, એનાથી આત્મરૂપ ધર્મની પ્રાપ્તિ કેમ થાય? કદી ના થાય. જાઓ, શું કહે છે? કે
“અહિંસાદિ પાંચ મહાવ્રતરૂપ વ્યવહારચારિત્ર અભવ્ય પણ કરે છે અર્થાત્ પાળે છે; તોપણ તે (અભવ્ય) નિશ્ચારિત્ર (-ચારિત્રરહિત ); અજ્ઞાની ને મિથ્યાદષ્ટિ જ છે કારણ કે તે નિશ્ચયચારિત્રના કારણરૂપ જ્ઞાન-શ્રદ્ધાનથી શૂન્ય છે.'
અભવ્ય જીવ ભગવાને કહેલું વ્યવહારચારિત્ર અનેક વાર પાળે છે તોય તે ચારિત્રરહિત, અજ્ઞાની, મિથ્યાદષ્ટિ જ છે એમ કહે છે.
પણ લોકો કહે છે-મહાવ્રત તો ચારિત્ર છે ને?
બાપુ! તને ખબર નથી ભાઈ ! કે ચારિત્ર શું ચીજ છે? એ મહાવ્રતાદિના પરિણામ તો વિકલ્પ છે, શુભરાગ છે. કોઈ જીવને મારવો નહિ; જૂઠું ન બોલવું, સત્ય બોલવું, દીધા વગર કોઈનું કાંઈ લેવું નહિ, બહ્મચર્ય પાળવું-સ્ત્રીનો સંગ ન કરવો અને વસ્ત્ર-પાત્ર આદિ ન રાખવાં એવો તને જે વિકલ્પ છે એ તો શુભરાગ છે ભાઈ ! એ કાંઈ ચારિત્ર નથી. ચારિત્ર તો સ્વરૂપમાં રમણતારૂપ પરમ આનંદરૂપ વીતરાગી આત્મ-પરિણામ છે, અને તે આત્માનાં સમ્યક જ્ઞાન-શ્રદ્ધાન સહિત હોય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com