________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ લે અત્યારે જેમ કોઈ ચોકા કરીને આહાર લે છે તેમ તે કદીય આહાર ન લે. પોતાના માટે બનાવેલો આહારનો એક કણિયો કે પાણીનું બિંદુ તે કદાપિ ગ્રહણ ન કરે. અહા ! આવી એષણા સમિતિની ક્રિયાઓ એણે અનંતવાર કરી છે. પણ એમાં ભગવાન આત્મા ક્યાં છે? અહા ! આનંદના નાથ પ્રભુ આત્માના આશ્રય વિના એ બધી વ્યવહારની ક્રિયા વ્યર્થ-ફોગટ જ છે; એ ક્રિયા કાંઈ ધર્મ પામવામાં કારણ બનતી નથી. અહા ! મોક્ષમાર્ગ તો આ પરદ્રવ્યાશ્રિત વ્યવહારની ક્રિયાથી તદ્દન નિરપેક્ષ છે. અહા ! દુનિયા સમજે ન સમજે, પણ મારગ તો આવો દુનિયાથી સાવ જુદો છે ભાઈ ! બાપુ! મારગડા તારા જુદા છે પ્રભુ !
આદાનનિક્ષેપ સમિતિમાં તે વસ્તુને-મોરપીંછી, કમંડળ અને શાસ્ત્રનેસાવધાનીપૂર્વક કોઈ જીવજંતુને હાનિ ન થાય કે દુઃખ ન થાય તેમ ધ્યાન રાખીને લે અને મૂકે છે. જાઓ, મુનિરાજને મોરપીંછી અને કમંડળ-બે જ વસ્તુ હોય છે, એને વસ્ત્ર-પાત્ર કદીય ન હોય. કોઈ વસ્ત્ર-પાત્ર રાખે અને પોતાને મુનિ મનાવે તો એ તો સ્કૂલ મિથ્યાદષ્ટિ છે અને એને મુનિ માનનાર પણ મિથ્યાદષ્ટિ જ છે. અહીં કહે છે–અભવ્ય જીવે ભગવાને કહેલી આદાનનિક્ષેપ સમિતિ અનંતવાર પાળી છે, પણ એને ધર્મ નથી કેમકે એને પરાશ્રય મટીને કદી સ્વ-આશ્રય થતો નથી. અહા ! આવો સ્વ-આશ્રયનો ભગવાનનો માર્ગ શુરાનો માર્ગ છે ભાઈ ! કહ્યું છે ને કે
હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જો ને.'
હરિનો મારગ' એટલે ? ત્યાં પંચાધ્યાયીમાં “હરિ' શબ્દનો અર્થ કર્યો છે કેઅજ્ઞાન, મિથ્યાત્વ અને રાગદ્વેષને જે હરે-નાશ કરે તે હરિ છે. અહા ! આવા હરિનો મારગ મહા શૂરવીરનો મારગ છે; એને સાંભળીનેય જેના કાળજાં કંપે તે કાયરોનું એમાં કામ નથી. અહા ! વ્યવહારથી-શુભક્રિયાથી ધર્મ થાય એવી માન્યતાવાળા કાયરોનુંનપુંસકોનું એમાં કામ નથી; કેમકે એ કાયરોને-પાવૈયાઓને મોક્ષમાર્ગરૂપ ધર્મની પ્રજા પાકતી નથી. અહા ! જેમ નપુંસકોને પ્રજાની ઉત્પત્તિ થતી નથી તેમ શુભભાવમાં ધર્મ માનનારાઓને નિર્મળ રત્નત્રયરૂપ ધર્મની ઉત્પત્તિ થતી નથી, તેથી તેમને સમયસારમાં વીવ” એટલે નપુંસક કહ્યા છે. સમજાણું કાંઈ...?
અહાહા.! ભગવાન આત્મા વીર્યશક્તિનો પિંડ છે. તેનું કાર્ય શું? તો કહે છે-જેવો પોતાનો દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવ છે તેવું સ્વભાવ-પરિણમન કરે અર્થાત્ પર્યાયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રગટતા કરે છે તેનું કાર્ય છે. ભગવાને તેને આત્મબળ કહ્યું છે કે જે સ્વરૂપની રચના કરે, પણ રાગની રચના કરે તે આત્માનું વીર્ય નહિ, આત્મબળ નહિ; એ તો નપુંસકતા છે.
ભાઈ ! આ તો માર્ગ છે એનું સ્પષ્ટીકરણ થાય છે. મુનિને એક કમંડળ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com