________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૭૩ ]
[ ર૩પ લ્યો, આવી વાત! ધર્મ તો એક કોર રહ્યો, પણ આવી સત્ય વાત સાંભળવાય મળે નહિ એ સત્યસ્વરૂપનો આશ્રય કે દિ' કરે? અરે ! જેઓ સત્યને સાંભળવાની દરકાર કરતા નથી તે કયાં જશે? અહા ! જેમ વંટોળિયે ચઢેલું તણખલું કયાંય જઈને પડે છે તેમ આ પરના સંગે ચઢેલા જીવો સંસારમાં કયાંય કાગડે-કૂતરે-કંથવે. આદિ ચતુર્ગતિમાં જઈને પડશે. શું થાય? પરસંગનું-રાગના સંગનું એવું જ ફળ છે.
વળી તે (-અભવ્ય) ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ પ્રત્યે સાવધાન હોય છે. જુઓ, આમાં (–ટીકામાં) સાવધાન' શબ્દ દ્વારા “જિનવરે કહેલાં ગુપ્તિ અને સમિતિ” એમ અર્થ પ્રગટ કર્યો છે, શું કહ્યું? કે અભવ્ય જીવ મન-વચન-કાયાને ગોપવી ત્રણ ગુપ્તિ સાવધાનપણે અર્થાત્ કંઈ પણ પ્રમાદ ન થાય એ રીતે પાળે છે. (વિકલ્પરૂપ હોં). અહા! તે મનવચન-કાયાને અશુભથી ગોપવી શુભમાં રાખે છે. આવું અભવ્ય અને ભવ્ય પણ અનંતકાળમાં અનંતવાર કરે છે. પણ એ બધું ધર્મ માટે નિષ્ફળ છે, એ વડ કાંઈ ધર્મ થતો નથી. હવે આવી વાત લોકોને આકરી લાગે, પણ શું થાય? પરાશ્રયની ભાવના કદીય ધર્મ નીપજાવવા સમર્થ નથી.
અહા ! પાંચ સમિતિ પ્રત્યે તે સાવધાન હોય છે, અર્થાત્ ભગવાને કહેલી વ્યવહાર સમિતિમાં તે બરાબર પાળે છે. “સાવધાન એટલે શું? કે તેને પ્રમાદ નથી. ઇર્યાસમિતિમાં ગમન વેળા તે જોયા વગર નિરંકુશ ગમે તેમ ચાલે નહિ, પણ એક ધોંસરાપ્રમાણ (ચાર હાથ છ ફૂટ) ભૂમિ બરાબર જોઈને ચાલે જેથી કોઈ એકેન્દ્રિયાદિ જીવને હાનિ ન થાય, પીડા ન થાય વા કોઈ જીવ કચડાઈ ન જાય. આ પ્રમાણે અભવ્યને છકાયની દયાના ભાવ હોય છે. પરંતુ ભાઈ ! એ બધો પરાશ્રિત રાગ એકલા બંધનું જ કારણ થાય છે.
તો ભાવલિંગી મુનિરાજને પણ ગુપ્તિ-સમિતિના વિકલ્પ તો હોય છે?
હા, સાચા ભાવલિંગી મુનિરાજને પણ સમિતિ-ગુતિના ભાવ હોય છે. એ છે તો પ્રમાદ જ, પણ તેમાં અશુભરૂપ તીવ્ર કષાયરૂપ પ્રમાદ નથી એટલે ત્યાં સાવધાનપણું (પ્રમાદરહિતપણું) કહ્યું. જ્યારે અભવ્યને તો તત્ત્વદષ્ટિ જ નથી, તેથી તેને સર્વ વ્યવહાર બંધનું જ કારણ થાય છે.
ઇર્યાસમિતિની જેમ અભવ્ય ભાષા સમિતિમાં પણ તત્પર છે. તે જે કાંઈ બોલે તે બરાબર વિચારીને સાવધાનીથી બોલે છે. ભગવાને જે વ્યવહાર કહ્યો છે એની ભાષામાં સાવધાની છે. પણ એ બધો શુભરાગ-થોથાં છે, એમાં કાંઈ મૂળ માલ (-ધર્મ) નથી.
વળી એષણા સમિતિમાં ભિક્ષા માટે જાય ત્યારે નિર્દોષ આહાર-પાણી એક વખત કરપાત્રમાં ઊભા ઊભા લે. અહા ! આધાકર્મી કે ઉશિક આહાર તે કદી ના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com