________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૭૩ ]
[ ૨૩૧
* ગાથા ૨૭૩ : ટીકા ઉપરનું પ્રવચન * શીલ અને તપથી પરિપૂર્ણ, ત્રણ ગુતિ અને પાંચ સમિતિ પ્રત્યે સાવધાનીભરેલું, અહિંસાદિ પાંચ મહાવ્રતરૂપ વ્યવહારચારિત્ર અભવ્ય પણ કરે છે અર્થાત પાળે છે.”
જુઓ, આ તો દષ્ટાંત અભવ્યનું આપ્યું છે પણ ભવ્ય જીવને માટે પણ સમજી લેવું. અહીં શું કહે છે? કે અભવ્ય જીવ પણ જિનવરે કહેલાં વ્રતાદિને તો પાળે છે, છતાં પણ તે ધર્મ પામતો નથી. ભગવાન જિનવરે કહેલાં વ્રતાદિ હોં અજ્ઞાનીએ કહેલાંની વાત નથી. ભાઈ ! ભગવાન જિનેશ્વરદેવ સર્વજ્ઞદેવની આજ્ઞા જે વ્યવહારની છે તે સર્વોત્કૃષ્ટ પરિપૂર્ણ છે. (મતલબ કે આવો વ્યવહાર બીજે [ અન્યમતમાં] કયાંય નથી.)
જિનવરે કહેલાં” એમ પાઠમાં (ગાથામાં) છે પણ ટીકામાં એ શબ્દો સીધેસીધા લીધા નથી; પણ ટીકામાં “શીલ અને તપથી પરિપૂર્ણ”—એમ “પરિપૂર્ણ' શબ્દ નાખીને જિનવરે કહેલાં” શબ્દના અર્થની પૂર્તિ કરી છે. “શીલ અને તપથી પરિપૂર્ણ ” -એમ કહ્યું ને? એનો અર્થ જ એ છે કે જિનેશ્વર ભગવાને કહેલાં શીલ અને તપ, કેમકે ભગવાને કહેલો માર્ગ જ સર્વોત્કૃષ્ટ પરિપૂર્ણ હોય છે. અહાહા..! કહે છે શીલ ને તપથી પરિપૂર્ણ વ્યવહારચારિત્ર અભવ્ય પણ પાળે છે, પણ તેથી શું? એને ધર્મ થતો જ નથી. આવી વાત છે! સમજાણું કાંઈ...?
અહા! સર્વજ્ઞ પરમાત્માએ વ્રત, તપ, શીલ ઈત્યાદિ બાહ્ય વ્યવહાર જે રીતે કહ્યો છે તે રીતે અભવ્ય જીવ રાગની મંદતાસહિત પરિપૂર્ણ રીતે પાળે છે. છતાં એ મિથ્યાષ્ટિ છે એમ કહે છે. બહુ સૂક્ષ્મ ગંભીર વાત છે ભાઈ ! અનંત અનંત વાર તે શુભનું આચરણ કરે છે તોપણ તે મિથ્યાષ્ટિ છે કેમકે તે શીલ જે સ્વભાવ એક જ્ઞાયકભાવ તેનો આશ્રય કદાપિ કરતો નથી.
એકથી છ મહિના સુધીના નકોયડા ઉપવાસ-અનશન પરિપૂર્ણ રીતે કરે છે, ઉણોદરી એટલે કે ૩ર કવળમાંથી ૩૧ કવળ છોડી દે એવું ઉણોદરી તપ પણ તે (– અભવ્ય) અનંતવાર કરે છે. પણ સમ્યગ્દર્શન વિના અર્થાત્ આત્માના આશ્રય વિના અનશન, ઉણોદર, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ, સલીનતા વગેરેની જે ક્રિયા (રાગ) કરે છે તે એને બંધનું-સંસારનું જ કારણ બને છે.
વૃત્તિસંક્ષેપમાં આહાર લેવા નીકળે ત્યારે દાતાર સંબંધી, પાત્ર સંબંધી, ઘર સંબંધી, ભોજન અને રસ સંબંધી અનેક પ્રકારે મર્યાદા કરી કડક અભિગ્રહુ ધારણ કરે અને તદનુસાર યથાવિધિ જોગવાઈ થાય તો જ ભોજન ગ્રહણ કરે; તથા રસ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com