________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૨ ]
વન રત્નાકર ભાગ-૮ પરિત્યાગમાં દૂધ, દહીં, ઘી, ખાંડ, મીઠું ઇત્યાદિનો પરિત્યાગ કરે; પણ ભાઈ ! એમાં આત્માનો આનંદરસ કયાં છે? એ તો બધો એકલો રાગ છે. અંદર આત્માના અતીન્દ્રિય આનંદરસનો-અમૃતનો સ્વાદ આવ્યા વિના આ બહારનો રસ-પરિત્યાગ શું કરે? કાંઈ નહિ; એ તો બંધનું-કલેશનું જ કારણ બને છે. કોઈ બહારના રસ-પરિત્યાગમાં મશગુલ રહે ને માને કે અમને ધર્મ થાય છે તો તે મિથ્યાદષ્ટિ જ છે.
વળી અનેક પ્રકારે કાયકલેશ કરે, ગરમી-ઠંડી વગેરે સહન કરે; ઉનાળાની પ્રચંડ ગરમીમાં પહાડની શિલા પર જઈ આતાપન યોગ ધરે, શિયાળાની તીવ્ર ઠંડીમાં નદી કિનારે જઈ ખુલ્લામાં ઊભા રહે તથા વર્ષાઋતુમાં વર્ષા વરસતી હોય, પ્રચંડ પવન વાતો હોય ને ડાંસ-મચ્છર ચટકા ભરતા હોય એવા સમયમાં વૃક્ષ નીચે જઈ યોગ ધારણ કરે. વળી શરીરના અંગોને-ઇન્દ્રિયોને ગોપવે-આંખથી કાંઈ જુએ નહિ, કાનથી કાંઈ સાંભળે નહિ, જીભથી મૌન રાખે, સુગંધ કે દુર્ગધયુક્ત પદાર્થોમાં પ્રીતિ-અપ્રીતિ ન કરે તથા કઠોર કે સુંવાળા સ્પર્શાદિમાં ખેદ કે હરખ કરે નહિ. આ પ્રમાણે પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરે, તથા અંગ-ઉપાંગને સ્થિર રાખી અમુક પ્રકારનાં આસનો ધરે-ઇત્યાદિ સંલીનતા કરે તોપણ, અહીં કર્યું છે, અને ધર્મ થતો નથી. ગજબ વાત ભાઈ ! શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવી પરમાનંદમય તત્ત્વ પોતે આત્મા છે. એક તેનો આશ્રય કર્યા વિના આ બધી બાહ્ય તપની પરાશ્રિત રાગાદિની ક્રિયાઓ કરે તે સર્વ તેને સંસારમાં ચારગતિમાં રખડવા માટે જ છે. સમજાણું કાંઈ...?
વળી તે અત્યંતર છ પ્રકારનાં વ્યવહાર તપ પ્રાયશ્ચિત આદિ કરે છે. બહારમાં કોઈ દોષ લાગે તો તે એનું પ્રાયશ્ચિત લઈ ગુરુ-આજ્ઞા પ્રમાણે એકથી માંડીને છ માસ સુધીના ઉપવાસ કરે. પણ એ બધો ભાવ શુભરાગ છે ભાઈ ! ચિત્તની અંતઃશુદ્ધિ વિના એને ધર્મ કયાંથી થાય ? ન થાય.
વળી સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો–સર્વજ્ઞ વીતરાગ શ્રી અરિહંત દેવ, નિગ્રંથ નગ્ન દિગંબર મુનિરાજ અને ભગવાન શ્રી જિનેશ્વરદેવે કહેલાં શાસ્ત્રોનો વિનય–બહુમાન ઘણો કરે છતાં એ પરદ્રવ્યનો જે વિનય છે તે શુભભાવ છે, ધર્મ નહિ.
પણ શ્રીમદ્ભાં આવે છે ને કે વિનય મોક્ષનો દરવાજો છે?
હા; પણ એ આ વિનય નહિ ભાઈ ! એ તો નિર્મળાનંદનો નાથ પોતે એક જ્ઞાયકસ્વભાવી સ્વસ્વરૂપે અંદર સદા વિરાજી રહ્યો છે તેનો આદર, તેનો સત્કાર કરે તે સત્યાર્થ વિનય છે અને તે મોક્ષનો દરવાજો છે. પણ સ્વસ્વરૂપના આદરરહિત કોઈ દેવગુરુ-શાસ્ત્રની ગમે તેટલી અનંતી ભક્તિ કરે તોય તેનાથી મોક્ષમાર્ગ થાય નહિ. સમજાણું કાંઈ...?
જાઓ, આ વીતરાગ પરમેશ્વર ભગવાન જિનેશ્વરદેવે કહેલાં શીલ-તપને અભવ્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com