________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૭૩
कथमभव्येनाप्याश्रीयते व्यवहारनयः इति चेत्
वदसमिदीगुत्तीओ सीलतवं जिणवरेहि पण्णत्तं। कुव्तो वि अभव्वो अप्णाणी मिच्छदिट्ठी दु।। २७३।।
व्रतसमितिगुप्तयः शीलतपो जिन रै: प्रज्ञप्तम्।
कुन्नप्यभव्याऽज्ञानी મિથ્યાત્ત્વિ ર૭રૂ ા હવે પૂછે છે કે અભવ્ય જીવ પણ વ્યવહારનયનો કઈ રીતે આશ્રય કરે છે? તેનો ઉત્તર કહે છે:
જિનવ૨કહેલાં વ્રત, સમિતિ, ગુતિ વળી તપ-શીલને
કરતાં છતાંય અભવ્ય જીવ અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે. ૨૭૩. ગાથાર્થ- [ નિનવરે] જિનવરોએ [ પ્રજ્ઞH] કહેલાં [વ્રતસમિતિપુર્ણય: ] વ્રત, સમિતિ, ગતિ, [ શીતતપ:] શીલ, તપ [ર્વન પિ] કરતા છતાં પણ [ગમ વ્ય:] અભવ્ય જીવ [જ્ઞાની] અજ્ઞાની [ મિથ્યાદD: તુ] અને મિથ્યાદષ્ટિ છે.
ટીકા - શીલ અને તપથી પરિપૂર્ણ, ત્રણ ગુતિ અને પાંચ સમિતિ પ્રત્યે સાવધાનીભરેલું, અહિંસાદિ પાંચ મહાવ્રતરૂપ વ્યવહારચારિત્ર અભવ્ય પણ કરે છે અર્થાત્ પાળે છે; તોપણ તે (અભવ્ય) નિશ્ચારિત્ર (-ચારિત્રરહિત), અજ્ઞાની અને મિથ્યાષ્ટિ જ છે કારણ કે નિશ્ચયચારિત્રના કારણરૂપ જ્ઞાન-શ્રદ્ધાનથી શૂન્ય છે.
ભાવાર્થ-અભવ્ય જીવ મહાવ્રત-સમિતિ-ગુણિરૂપ વ્યવહાર ચારિત્ર પાળે તોપણ નિશ્ચય સમ્યજ્ઞાનશ્રદ્ધાન વિના તે ચારિત્ર “સમ્યક્રચારિત્ર” નામ પામતું નથી, માટે તે અજ્ઞાની, મિથ્યાષ્ટિ અને નિશ્ચારિત્ર જ છે.
સમયસાર ગાથા ૨૭૩: મથાળું
હવે પૂછે છે કે અભવ્ય જીવ પણ વ્યવહારનયનો કઈ રીતે આશ્રય કરે છે? અહા! આવો જે વ્યવહાર ભગવાને કીધો છે એનો અભવ્ય જીવ પણ કઈ રીતે આશ્રય કરે છે કે તે કરવા છતાં પણ તેને ધર્મ હોતો નથી? આનો ઉત્તર ગાથામાં કહે છે:
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com