SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૭૨ ] [ ૨૨૯ વ્યવહારનય પરાશ્રિત છે, ને નિશ્ચયનય સ્વ-આશ્રિત છે-આ સિદ્ધાંત કહ્યો. કહે છે ‘જે એક પોતાનો સ્વાભાવિક ભાવ છે તે જ...' જોયું? જે ત્રિકાળી ધ્રુવ એક ચિન્માત્ર ભાવ જેને છઠ્ઠી ગાથામાં એક જ્ઞાયકભાવ કહ્યો ને અગિયારમી ગાથામાં ‘ભૂતાર્થ ’ કહ્યો તે જ એક પોતાનું સ્વ છે. અને તે જ એક નિશ્ચયનયનો વિષય હોવાથી નિશ્ચયનય સ્વાશ્રિત છે, આત્માશ્રિત છે. ઝીણી વાત બાપુ! લોકોને સત્યાર્થ જે એક આત્મા તેને પહોંચવું કઠણ લાગે એટલે અનેકભાવરૂપ વ્યવહા૨ને ચોંટી પડે પણ ભાઈ ! વ્યવહાર પરાશ્રિત છે ને બંધનું કારણ હોવાથી બંધમાર્ગરૂપ છે. અધ્યવસાન પણ વ્યવહારનયનો જ વિષય છે તેથી અધ્યવસાનનો ત્યાગ વ્યવહારનયનો જ ત્યાગ છે, અને પહેલાંની ગાથાઓમાં અધ્યવસાનના ત્યાગનો ઉપદેશ તે વ્યવહારનયના જ ત્યાગનો ઉપદેશ છે.' " જુઓ, પરદ્રવ્યની ક્રિયા હું કરું, બીજાને મારું-જિવાડું, દુઃખી-સુખી કરું, બીજાને બંધાવું-મુક્ત કરું ઇત્યાદિ જે અભિપ્રાય છે તે અધ્યવસાન છે. અધ્યવસાન એટલે પર સાથે એકત્વબુદ્ધિવાળી માન્યતા. આવું અધ્યવસાન એ વ્યવહારનયનો વિષય છે, અને અધ્યવસાનનો ત્યાગ કરાવ્યો તેમાં પરાશ્રિત જે વ્યવહાર છે તેનો જ ત્યાગ કરાવ્યો છે. ૫૨માં એકત્વબુદ્ધિરૂપ મિથ્યાભાવને છોડાવતાં પરાશ્રિત સઘળા વ્યવહારને જ છોડાવ્યો છે, અર્થાત્ ૫૨ની એકતાબુદ્ધિ છોડાવવાની સાથે ૫૨ની એકતાબુદ્ધિ વિના ૫૨ને આશ્રયે થતો સઘળો વ્રત, તપ, નિયમ આદિ વ્યવહા૨ જ છોડાવ્યો છે. આવો મારગ છે ભાઈ ! ‘આ પ્રમાણે નિશ્ચયનયને પ્રધાન કરીને વ્યવહારનયના ત્યાગનો ઉપદેશ કર્યો છે તેનું કારણ એ છે કે–જેઓ નિશ્ચયના આશ્રયે પ્રવર્તે છે તેઓ જ કર્મથી છૂટે છે અને જેઓ એકાંતે વ્યવહારનયના જ આશ્રયે પ્રવર્તે છે તેઓ કર્મથી કદી છૂટતા નથી.' જોયું ? આ મૂળ વાત કહી. જેઓ નિશ્ચય નામ ત્રિકાળી એક જ્ઞાયકભાવસ્વભાવભાવના આશ્રયે વર્તે છે તેઓ ધર્મને પ્રાપ્ત થઈ મુક્તિ પામે છે અને જેઓ વ્રત, તપ, ભક્તિ આદિ રાગના આશ્રયે જ પ્રવર્તે છે તેઓ કર્મથી કદી છૂટતા નથી. રાગનાવ્યવહારના આશ્રયે પ્રવર્તવું એ તો બંધમાર્ગ-સંસારમાર્ગ છે. માટે હે ભાઈ! વ્યવહારના આશ્રયની ભાવના છોડ ને સ્વરૂપનો-સ્વનો આશ્રય કર-એમ ઉપદેશ છે. [પ્રવચન નં. ૩૨૭ થી ૩૨૯ * દિનાંક ૨૧-૨-૭૭ થી ૨૪-૨-૭૭ ] Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008289
Book TitlePravachana Ratnakar 08
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages551
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy