________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૨૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ કહે છે-નિશ્ચયનો આશ્રય કરનારા કોઈ મુનિવરો જ મુક્તિને પામે છે, પણ વ્યવહારમાં ગૂંચવાયેલાઓ-મુગ્ધ થયેલાઓ મુક્તિને પામતા નથી.
ત્યારે કોઈ અજ્ઞાની) કહે છે-આ તો એકાંત થઈ ગયું. એમ કે કથંચિત્ નિશ્ચયથી ને કથંચિત્ વ્યવહારથી મોક્ષ થાય એમ અનેકાંત કરવું જોઈએ.
બાપુ! એમ અનેકાન્ત છે જ નહિ, એ તો એકાંત છે વા મિથ્યા અનેકાન્ત છે. સ્વ-આશ્રયે મુક્તિ થાય ને ૫૨-આશ્રયે ન થાય એ સમ્યક્ અનેકાંત છે. સમજાણું કાંઈ...? એ જ કહે છે કે
આત્માશ્રિત નિશ્ચયનો આશ્રય કરનારાઓ જ મુક્ત થાય છે અને પરાશ્રિત વ્યવહારનયનો આશ્રય તો એકાંતે નહિ મુક્ત થતો એવો અભવ્ય પણ કરે છે. અભવ્ય પણ ભગવાન જિનેશ્વરે કહેલાં વ્રત, શીલ, તપ, સમિતિ, ગુપ્તિ ઇત્યાદિ અનંતવાર નિરતિચારપણે પાળે છે, પણ એની ીય મુક્તિ થતી નથી. જો વ્યવહારના આચરણથી ધર્મનો લાભ થાય તો અભયનો મોક્ષ થવો જોઈએ, પણ એમ છે નહિ. માટે હે ભાઈ! પરાશ્રયની બુદ્ધિ છોડી એક સ્વ-સ્વરૂપનો આશ્રય કર. એક સ્વના જ આશ્રયે મુક્તિ થાય છે. મુક્તિના માર્ગને પ૨ની-નિમિત્ત કે વ્યવહારની કોઈ અપેક્ષા નથી. અહો ! મુક્તિનો માર્ગ ૫૨મ નિરપેક્ષ છે. વ્યવહા૨ હોય ખરો પણ એની મુક્તિના માર્ગમાં અપેક્ષા નથી. લ્યો, આવી વાત છે!
* ગાથા ૨૭૨ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘આત્માને ૫૨ના નિમિત્તથી જે અનેક ભાવો થાય છે તે બધા વ્યવહારનયના વિષય હોવાથી વ્યવહારનય તો પરાશ્રિત છે, અને જે એક પોતાનો સ્વાભાવિક ભાવ છે તે જ નિશ્ચયનયનો વિષય હોવાથી નિશ્ચયનય આત્માશ્રિત છે.’
જુઓ, આ વ્યવહા૨-નિશ્ચયનયની વ્યાખ્યા કહે છે. આત્માને પરના નિમિત્તે જે અનેક પ્રકારના વિભાવ ભાવો થાય છે એ બધા વ્યવહારનયના વિષય છે, માટે વ્યવહારનય પરાશ્રિત છે. ભાઈ! એક સ્વના આશ્રય વિના જેટલા ૫દ્રવ્યની એકતાબુદ્ધિના અને ૫રના આશ્રયે થતા ભાવો છે તે સઘળાય વ્યવહારનયનો વિષય છે.
પ્રશ્ન:- એ જ્ઞાનીને પણ હોય છે ને?
ઉત્ત૨:- હોય છે ને; પણ જ્ઞાનીને એનો (-વ્યવહા૨નો ) આશ્રય નથી; જ્ઞાનીને એનું જ્ઞાન છે. અહીં તો આશ્રય છે એની વાત ચાલે છે. સમજાણું કાંઈ...?
વ્યવહારનય પ૨ને આશ્રયે છે ને નિશ્ચયનય સ્વ નામ ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવના આશ્રયે છે. સ્વના આશ્રયે જે નિર્મળ દષ્ટિ-જ્ઞાન થયાં તે મોક્ષનું કારણ છે અને ૫૨ના આશ્રયે થયેલો વ્યવહાર બધોય બંધનું-સંસારનું કારણ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com