________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૭૨ ]
[ ૨૨૭ ડૂબી જાય છે. અરે ભાઈ ! મારગને જાણ્યા વિના ૮૪ લાખ યોનિમાં અવતાર કરી કરીને તારા સોથા નીકળી ગયા છે. અહા ! નિગોદમાં એક શ્વાસમાં અઢાર ભવ કરતો થકો ઉપરા ઉપરી અનંત અનંત ભવ કરી તું મહાદુઃખી થયો છે; તો હવે તો ચેત, અને પરાશ્રયની ભાવના છોડીને સ્વાશ્રય પ્રગટ કર.
અરે ભાઈ ! આ વ્યવહારનય એ રીતે નિષેધવાયોગ્ય જ છે; “કારણ કે આત્માશ્રિત નિશ્ચયનયનો આશ્રય કરનારાઓ જ (કર્મથી) મુક્ત થાય છે અને પરાશ્રિત વ્યવહારનયનો આશ્રય તો એકાંતે મુક્ત નહિ થતો એવો અભવ્ય પણ કરે છે.'
જુઓ, આત્માશ્રિત નિશ્ચયનય અર્થાત્ સ્વસ્વભાવ જે એક શાકભાવ તેનો આશ્રય કરનારાઓ જ મોક્ષ પામે છે, પણ પરાશ્રિત વ્યવહારનો આશ્રય કરનારાઓનો કદીય મોક્ષ થતો નથી.
ત્યારે કોઈ લોકો કહે છે–તમે નિષેધ કરો છો ને પાછો વ્યવહાર તો કરો છો. આ જિનમંદિર, સમોસરણમંદિર, માનસ્થંભ, આગમમંદિર ઇત્યાદિ બધાં કર્યો એ બધો વ્યવહાર નથી શું?
પણ એ બધાંને કોણ કરે બાપુ? એ મંદિર આદિ તો એના કાળે થવાયોગ્ય હતાં તે થયાં છે અને તે તે કાળે જે શુભભાવ થયો તે હોય છે પણ એ કાંઈ આશ્રય કરવા લાયક નથી વા તે કર્તવ્ય છે એમ નથી. ભાઈ ! આ ઉપદેશ દેવાનો વિકલ્પય શુભરાગ છે, તે આવે ખરો પણ તે કરવાયોગ્ય કર્તવ્ય નથી, ધર્મ નથી.
અહાહા....! “નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની”
અહાહા...! ચિદાનંદઘન પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા છે; એનો આશ્રય કરનારા મુનિવરો મુક્તિને પામે છે, પણ વ્યવહારનો આશ્રય કરનારાઓ ધર્મ પામતા નથી. આવો મારગ પ્રભુ ! મુક્તિનો પંથ મહા અલૌકિક છે. જેમાં એક સ્વનો જ આશ્રય સ્વીકૃત છે. સઝાયમાળામાં આવે છે કે
સહજાનંદી રે આતમાં, સૂતો કાંઈ નિશ્ચિત રે, મોહતણા રણિયા ભમેજી, જાગ જાગ મતિમંત રે. –સહજાનંદી
લૂંટે જગતના જંત રે. કોઈ વિરલા ઉગરંત રે. -સહજાનંદી અહાહા..! સહજાનંદસ્વરૂપ આત્મા છો ને પ્રભુ! તું. સ્વરૂપને જાણ્યા વિના બેખબર થઈ કયાં સૂતો છે પ્રભુ! અરે ! જો તો ખરો! આ સ્વ-પરની એકતાબુદ્ધિરૂપી ચોર ભમી રહ્યો છે. જાગ રે જાગ નાથ ! સ્વરૂપમાં જાગ્રત થા. આ જગતના લોકો–બાયડી છોકરાં વગેરે તને લૂંટી રહ્યાં છે. ભાઈ ! તેમનામાં ઘેરાઈ ને તું લૂંટાઈ રહ્યો છે તો જાગ ને સ્વને સંભાળ. સ્વમાં જાગનારા કોઈ વિરલા જ બચે છે. અહીં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com