________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ પરાશ્રિતપણું સમાન જ છે. જેમ એકત્વબુદ્ધિરૂપ અધ્યવસાન પરાશ્રિત છે તેમ દયા, દાન, વ્રત, તપ આદિ જે વ્યવહારનો વિકલ્પ છે તે પણ પરાશ્રિત જ છે, અને તેથી તે પણ નિષિદ્ધ જ છે.
લ્યો, હવે આવું છે છતાં કોઈ વળી કહે છે-શુભભાવથી-વ્યવહારથી લાભ થાય, ધર્મ થાય.
અરે ભાઈ ! જેનાથી લાભ થાય એનો નિષેધ શું કામ કરે? શુભભાવ સઘળોય પરાશ્રિત હોવાથી બંધનું જ કારણ છે માટે તે નિષિદ્ધ છે.
તો શું ધર્મી પુરુષને શુભભાવ હોય જ નહિ?
હોય છે ને ? હોય છે એનો નિષેધ કર્યો છે ને? ન હોય એનો શું નિષેધ? અહા! આત્મજ્ઞાની ધ્યાની પ્રચુર આનંદમાં ઝૂલનારા સાચા ભાવલિંગી મુનિરાજને પણ પાંચ મહાવ્રતાદિના વિકલ્પ આવે છે, પણ તેમાં મુનિરાજને હેયબુદ્ધિ હોય છે; એને તે બંધનું કારણ જાણે છે અને શુદ્ધ નિશ્ચયના ઉગ્ર આશ્રય વડે તેનો તે નિષેધ કરી દે છે. સમજાણું કાંઈ...? સમકિતીને પણ જે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હોય છે તે પરાશ્રિત હોવાથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે.
છે ને અંદર? છે કે નહિ? કે- “પરાશ્રિત સમસ્ત અધ્યવસાન બંધનું કારણ હોવાને લીધે મુમુક્ષુને તેનો નિષેધ કરતા એવા નિશ્ચયનય વડે ખરેખર વ્યવહારનયનો જ નિષેધ કરાયો છે.'
જુઓ, નિશ્ચયનય વડે એટલે સ્વ-સ્વભાવના આશ્રય વડે ખરેખર વ્યવહારનો નિષેધ કરાયો છે. અહાહા....! જ્યાં સ્વનો આશ્રય કરે છે ત્યાં પરના આશ્રયના ભાવનો સહજ નિષેધ થઈ જાય છે. પણ પરાશ્રયના ભાવને (શુભભાવને) જો ઉપાદેય માને તો ત્યાં સ્વના ભાવનો-સ્વસ્વભાવનો અનાદર થાય છે અને તેથી તેને સ્વસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. શું કહ્યું? કે વ્યવહાર કે જે પરના આશ્રયે થાય છે અને જે બંધનું-સંસારનું કારણ છે તેને નિશ્ચય વડ એટલે કે સ્વના આશ્રય વડે નિષેધાય છે પણ જે પરાશ્રયના ભાવને ભલો-ઇષ્ટ જાણે તે એનો નિષેધ કેવી રીતે કરે? તે તો સંસારમાં જ રખડે. ભાઈ ! વીતરાગ પરમેશ્વરના પંથના (મોક્ષમાર્ગના) પથિકોએ આ ખાસ સમજવું પડશે.
આ મોટી તકરાર! કે-સમકિત છે કે નહિ? –એની આપણને ખબર ન પડે; માટે આ વ્યવહાર સાધન જે વ્રત, નિયમ આદિ છે તેને ઉથાપે છે તે એકાંત છે. એમ કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય, માટે વ્યવહાર કરનારા સાચા છે.
સમાધાનઃ- ભાઈ ! સમક્તિ છે કે નહિ એની જેને ખબર ન પડે વા એની જેને શંકા રહે તેને સમકિત છે જ નહિ, અને તો પછી તેને વ્યવહાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com