________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૭ર ]
[ રરપ સાધનેય નથી. એને જે સાધન છે તે એકાંત રાગ છે અને તે મિથ્યાત્વ સહિત હોવાથી દીર્ઘ સંસારનું જ કારણ છે. અહા ! (કર્તા થઈ ને) એકાંતે વ્યવહારના કરનારા બિચારા દુઃખમાં પડ્યા છે, કેમકે તે એકાંત સંસારનું જ કારણ છે. આવી વાત છે.
અહીં કહે છે-મુમુક્ષુને અધ્યવસાનનો નિષેધ કરતા એવા નિશ્ચયનય વડે ખરેખર વ્યવહારનયનો જ નિષેધ કરાયો છે. જોયું? મુમુક્ષુને, બંધનું કારણ જે અધ્યવસાન તેનો નિષેધ નિશ્ચયનય વડે અર્થાત્ સ્વ-સ્વભાવના આશ્રય વડે કરાયો છે, નહિ કે વ્યવહારના આશ્રયે. વ્યવહારના આશ્રયે (વ્યવહાર કરતાં કરતાં) વ્યવહારનો નિષેધ થતો નથી પણ શુદ્ધ નિશ્ચયના આશ્રયે વ્યવહારનો નિષેધ કરાય છે. સ્વના આશ્રયે જ પરાશ્રયના ભાવનો નિષેધ થાય છે. આ વસ્તુસ્વરૂપ છે. હવે આવું વ્યવહારના પક્ષવાળાને આકરું લાગે પણ શું થાય ?
અહા ! જેમ પરમાં એકત્વબુદ્ધિરૂપ અધ્યવસાન પરાશ્રિત છે તેમ વ્યવહારનય પણ પરાશ્રિત છે. જેમ અધ્યવસાન બંધનું કારણ છે તેમ પરના આશ્રયે થયેલો વ્યવહારનો શુભભાવ પણ બંધનું જ કારણ છે. બેયમાં પરાશ્રિતપણું સમાન જ છે. માટે હવે કહે છે
“અને આ વ્યવહારનય એ રીતે નિષેધવાયોગ્ય જ છે.” પરને આશ્રયે થયેલા બધા જ ભાવો નિષેધવાયોગ્ય જ છે એમ કહે છે.
ત્યારે કોઈ વળી કહે છે-શુભભાવને પણ છોડવાલાયક કહેશો તો તેને છોડીને લોકો અશુભમાં જશે.
સમાધાન:- અરે પ્રભુ! તું સાંભળ તો ખરો. અહીં અશુભમાં જવાની કયાં વાત છે? શુભને પણ છોડવાલાયક માને તેણે અશુભને છોડવાલાયક માન્યું છે કે નહિ? બાપુ ! શુભને પણ છોડવાલાયક માને એ તો સ્વના આશ્રયમાં જશે. ભાઈ ! આત્માનો આશ્રય કરાવવા માટે વ્યવહાર સઘળોય નિષેધ કરવાયોગ્ય જ છે. અહા ! જ્યાં પોતે સ્વના આશ્રયમાં જાય છે ત્યાં વ્યવહારનો નિષેધ સહુજ થઈ જાય છે માટે વ્યવહાર નિષેધ કરવા લાયક જ છે.
અહા ! શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્માના આશ્રયે જે નિર્મળ રત્નત્રયરૂપ વીતરાગી પરિણતિ પ્રગટ થાય તે મોક્ષનું કારણ છે. આ સિવાય સમકિતીને જે વ્રતાદિનો શુભભાવ હોય છે, હોય છે ખરો, તે બંધનું જ કારણ છે અને તે નિષેધવાયોગ્ય જ છે. સમજાણું કાંઈ...? કહ્યું છે ને કે
જિન સોહી હૈ આતમાં, અન્ય સોહી હૈ કર્મ યહી વચનસે સમજ લે, જિન-પ્રવચનકા મર્મ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com