________________
[ ૨૨૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૭ર ]
ઉત્તરઃ- અરે ભાઈ ! શું તું પર જીવની દયા પાળી શકે છે? પર જીવની દયા હું પાળું એવી માન્યતા મિથ્યાત્વ છે. પર જીવની દયા કોણ પાળે ? પર જીવનું જીવન તો એના આયુના ઉદયને આધીન છે. આયુના ઉદયે તે જીવે છે અને આયુ ક્ષય પામતાં દેહ છૂટી જાય છે. ભાઈ ! તું એને જિવાડી શકે કે મારી શકે એ વાત જૈનદર્શનમાં નથી. એવી માન્યતાના પરિણામ તને થાય તે મિથ્યાત્વ હોવાથી બંધનું-સંસારનું જ કારણ છે.
તેવી રીતે બીજાને આહાર-ઔષધાદિ વડે ઉપકાર કરું એવી સ્વ-પરની એકતારૂપ માન્યતાનું પરિણમન પણ બંધનું જ કારણ છે, કેમકે એ પર-જડની ક્રિયા છે તેને તું (આત્મા) કેમ કરી શકે? પરની ક્રિયા પર કરે એ જૈનસિદ્ધાંત જ નથી. એટલે તો કહ્યું કે પરાશ્રિત સમસ્ત અધ્યવસાન બંધનું જ કારણ છે. ભાઈ ! પરનું કાંઈ પણ કરવામાં આત્મા પંગુ એટલે અશક્તિમાન છે.
અહાહા...! ત્રિલોકીનાથ વીતરાગ સર્વશદેવની વાણી સંતો તેના આડતિયા થઈ ને જગત સમક્ષ જાહેર કરે છે. કહે છે–પરમાં એકપણાની માન્યતારૂપ પરિણમન બંધનું કારણ હોવાને લીધે ભગવાને મુમુક્ષુ અર્થાત્ આત્માના શુદ્ધ પરિણમનની જેને અભિલાષા છે તેને પોકાર કરીને કહ્યું છે કે-પરની એક્તાબુદ્ધિ છોડી દે. હું બીજાને જિવાડું, સુખી કરું, આહાર-ઔષધાદિ દઉં ઇત્યાદિ મિથ્યાભાવ રહેવા દે; કેમકે એ બધી પરની ક્રિયા તો પરમાં પરના કારણે થાય છે, એને આત્મા કરી શક્તો નથી. હવે આવી વાતો એણે કોઈ દિ' સાંભળી નથી એટલે બૂમો પાડે કે આ તો બધું સોનગઢનું છે. પણ ભાઈ ! આ સોનગઢનું નથી પણ અનંતા જિન ભગવંતોએ કહેલું વસ્તુનું સ્વરૂપ છે.
અહો ! દિગંબર સંતોએ જગતને ન્યાલ કરી દીધું છે. પરાશ્રિત વ્યવહારમાં બે ભેદ પાડીને પહેલાં ધૂળ પરાશ્રિત એવો સ્વ-પરની એકતારૂપ વ્યવહારનો નિષેધ કર્યો. હવે કહે છે- “પૂવોક્ત રીતે પરાશ્રિત સમસ્ત અધ્યવસાન બંધનું કારણ હોવાને લીધે મુમુક્ષુને તેનો (અધ્યવસાનનો) નિષેધ કરતા એવા નિશ્ચયનય વડે ખરેખર વ્યવહારનયનો જ નિષેધ કરાયો છે, કારણ કે વ્યવહારનયને પણ પરાશ્રિતપણું સમાન જ છે.”
જોયું? શું કહે છે? કે જેમ પરની એકતાબુદ્ધિ જpઠી છે, કેમકે સ્વ ને પર બે એક નથી; અને તેથી ભગવાને તેનો નિષેધ કર્યો છે. તેથી આચાર્ય મહારાજ કહે છે કે અમે માનીએ છીએ કે ભગવાને પરાશ્રિત વ્યવહાર જ સઘળોય નિષેધ્યો છે. પર સાથેની એકતા બુદ્ધિ નિષેધીને ભગવાને પરના આશ્રયે થતા બધાય ભાવોનો નિષેધ કર્યો છે. આ દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ ઇત્યાદિના ભાવ બધા પરાશ્રિત છે માટે એનો નિષેધ કર્યો છે; કેમકે જેમ પરદ્રવ્યની એકતાબુદ્ધિમાં પરનો આશ્રય છે તેમ દયા, દાન આદિ (અસ્થિરતાના) રાગભાવોને પણ પરનો આશ્રય છે. બન્નેમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com