________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૭૧ ]
| [ ૨૦૫ જાઓ, આ આગળની ગાથાનો ઉપોદ્દાત કરે છે. કહે છે–સર્વ વસ્તુઓમાં એટલે પોતાના આત્મા સિવાય વિશ્વની અનંતી પરવસ્તુઓમાં જે એકત્વબુદ્ધિ-અધ્યવસાન થાય છે તે સઘળાંય જિન ભગવાનોએ-વીતરાગ સર્વજ્ઞદેવોએ ત્યાગવાયોગ્ય કહ્યાં છે. અહાહા....! પરવસ્તુ ચાહે શરીરાદિ પરમાણુરૂપ હો, સ્ત્રી-પુત્ર-પરિવાર આદિ હો, દેવગુરુ-શાસ્ત્ર હો, સાક્ષાત્ અરિહંત પરમાત્મા હો; તે મારા છે અને હું એનો છું એવો એકત્વબુદ્ધિનો અધ્યવસાય સઘળોય ભગવાન જિનેશ્વરદેવે છોડાવ્યો છે. ખૂબ ગંભીર કળશ છે ભાઈ ! આમાં તો જૈનદર્શનનો મર્મ ભર્યો છે.
એક કોર પોતે શુદ્ધ એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુ સ્વ અને બીજી કોર વિશ્વની સમસ્ત વસ્તુઓ પર લીધી. અહાહા...! જગતની આ સર્વ વસ્તુ પ્રત્યેક ભિન્ન-ભિન્ન છે. તેમાં (અજ્ઞાનીને) એકત્વબુદ્ધિનો જે અધ્યવસાય છે તે બધોય છોડવાયોગ્ય છે એમ જિન ભગવંતોએ કહ્યું છે.
આ દેહ, મન, વાણી ઈત્યાદિ જડ માટી–ધૂળ છે, અને સ્ત્રી-પુત્ર-પરિવાર, દેવગુરુ આદિ ભિન્ન પર જીવ છે, તથા ધર્માસ્તિકાય આદિ અચેતન પરદ્રવ્યો છે. તેમાં પોતાપણાનો અધ્યવસાય છે તે મિથ્યાત્વ છે; કેમકે પોતાપણું તો પોતાનામાં હોય કે પરમાં હોય? પરમાં પોતાપણું કદીય હોઈ શકે નહિ.
અહા! સર્વજ્ઞ પરમાત્મા ઇન્દ્રો, મુનિવરો ને ગણધરોની ઉપસ્થિતિમાં ધર્મસભામાં એમ ફરમાવતા હતા કે-પોતાના આત્મા સિવાય જેટલા કોઈ પદાર્થો છે-તેમાં હું (અરિહંત) પણ આવી ગયો-તેમાં અધ્યવસાન કરે કે આ મારા છે અને એનાથી મને લાભ છે, હું એનું કાંઈ કરી શકું ને એ મારું કાંઈ કરી શકે-એ અધ્યવસાન ચારગતિમાં રખડવાના બીજરૂપ મિથ્યાત્વ છે અને તે સર્વ છોડવાયોગ્ય છે.
હવે કહે છે- “તત” તેથી “જો ” અમે એમ માનીએ છીએ કે “અન્ય–શ્રય: વ્યવહાર: Pવ નિરિવ7: મપિ ત્યાનિત:' પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે.
અહાહા...! સંત ધર્માત્મા પ્રચુર અતીન્દ્રિય આનંદસહિત સ્વરૂપમાં કેલિ કરનારા મુનિવર ભગવાન આચાર્ય એમ કહે છે કે- જ્યારે ભગવાને પર વસ્તુઓમાં એકત્વબુદ્ધિના સર્વ અધ્યવસાયો છોડાવ્યા છે તો અમે સંતો એમ માનીએ છીએ કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે. જોયું? “આશ્રય” શબ્દ અહીં મૂક્યો છે ચોખ્ખો. પરનો-વ્યવહારનો આશ્રય કહો, સંબંધ કહો કે પરનું-વ્યવહારનું આલંબન કહો- બધું એક જ છે. આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાનો વિકલ્પ-એ સર્વ પરાશ્રિત વ્યવહાર છે. એ પરિણામમાં પરનો આશ્રયસંબંધ છે ને? એમાં સ્વનો સંબંધ નથી. તો અહીં કહે છે-એ સઘળોય પરાશ્રિત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com