________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬ ]
થન રત્નાકર ભાગ-૮ વ્યવહાર ભગવાને છોડાવ્યો છે એમ અમે સમજીએ છીએ. જુઓ. આ ધર્માત્માની પ્રતીતિ !
અહાહા..! મુનિવરો-શુદ્ધ એક જ્ઞાયકતત્ત્વના આરાધકો, કેવળીના કેડાયતીઓ કેવળીના વારસદાર પુત્રો છે. કેવળ લેશે ને! તેથી તેઓ કેવળીના વારસદાર છે. અહા ! એ મુનિપણું કોને કહે બાપા! લોકોને અંતરંગ મુનિદશાની ખબર નથી. મુનિપણું એ તો પરમેશ્વર (પરમેષ્ઠી) પદ છે. અંદરમાં જેને ત્રણ કષાયના અભાવવાળી વીતરાગી શાંતિ પ્રગટી છે અને જેમને અતીન્દ્રિય પ્રચુર-અતિ ઉગ્ર આનંદનું વેદન વર્તે છે એવા ધર્મના સ્થંભ સમાન મુનિવરો હોય છે. તેઓ કહે છે–અમે એમ માનીએ છીએ કે જ્યારે ભગવાને પરની એકત્વબુદ્ધિ છોડાવી છે તો પરાશ્રિત એવો સઘળો વ્યવહાર છોડાવ્યો છે.
જુઓ, પહેલાં “વિનોઆવ્યું, એટલે કે બધાંય અધ્યવસાન ત્યાગવાયોગ્ય કહ્યાં. ને હવે પાછું “નિશ્વિતઃ' (અન્યાશ્રય... નિશ્વિતઃ પિ ત્યાનિત:) આવ્યું એટલે કે પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે. અહાહા...! આ દયા, દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિના પરિણામ બધાય પરાશ્રિત છે તેથી છોડાવ્યા છે. માર્ગ ખૂબ સૂક્ષ્મ ને ગંભીર છે ભાઈ !
અરે ! મારગના ભાન વિના એ ૮૪ લાખ જીવ-યોનિમાં દુ:ખી થઈ ને રખડ્યો છે. જરી શરીરથી કંઈક ઠીક સ્વસ્થ હોય, પાંચ-પચાસ લાખની સંપત્તિ હોય ને બાયડી જરા ઠીક રૂપાળી હોય એટલે એમ માને કે આપણે સુખી છીએ. અરે મૂઢ ! મૂરખ છે કે શું? પાગલ થયો છે કે શું? શું આ બધા પૈસાવાળા સુખી છે?
પણ લોકો એમ કહે છે ને?
લોકો બધા કહે તો કહો; પણ તેઓ સુખી નથી, દુ:ખી જ છે. બાપુ! આ શરીર નમણું ને રૂપાળું દેખાય એ ક્યાં તારું છે? એ તો જડ ધૂળ-માટી છે. તું મારું આવું રૂપાળું શરીર ને મારી આવી બાયડી ને મારી આટલી સંપત્તિ એમ માને એ તો તારી મૂર્ખાઈની–પાગલપણાની જાહેરાત છે. ત્રિલોકનાથ પરમાત્મા તો એમ ફરમાવે છે કે પરમાં મારાપણાની એકત્વબુદ્ધિનો અધ્યવસાય મિથ્યાત્વ છે અને તે સઘળોય છોડવા યોગ્ય છે. બાપુ! આ દેવ મારા ને ગુરુ મારા એવો અધ્યવસાય પણ ભગવાને છોડવાયોગ્ય કહ્યો છે. બહુ આકરી વાત!
અહાહા...! આ તો કળશ છે કળશ! બાર અંગનો સાર એક કળશમાં ભરી દીધો છે. આચાર્યદેવની ગજબ શૈલી છે. આમાં તો માર્ગને ખુલ્લંખુલ્લા જાહેર કરી દીધો છે. કહે છે–પર પદાર્થની એકત્વબુદ્ધિ જેમ ભગવાને છોડાવી છે તેમ પરના આશ્રયે થતા વ્યવહારના ભાવ સઘળાય ભગવાને છોડાવ્યા છે. અહાહા..! જેમ પરમાં એકત્વ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com