________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
किमेतदध्यवसानं नामेति चेत्
बुद्धी ववसाओ वि य अज्झवसाणं मदी य विण्णाणं। एक्कट्ठमेव सव्वं चित्तं भावो य પરિણામો।। ૨૭૬||
ગાથા-૨૭૧
66
‘અધ્યવસાન શબ્દ વારંવાર કહેતા આવ્યા છો, તે અધ્યવસાન શું છે? તેનું સ્વરૂપ બરાબર સમજવામાં નથી આવ્યું.” આમ પૂછવામાં આવતાં, હવે અધ્યવસાનનું સ્વરૂપ ગાથામાં કહે છે:
बुद्धिर्व्यवसायोऽपि च अध्यवसानं मतिश्च विज्ञानम् ।
एकार्थमेव सर्व चित्तं भावश्च પરિણામ: ।। ૨૭૬।।
બુદ્ધિ, મતિ, વ્યવસાય, અધ્યવસાન, વળી વિજ્ઞાન ને પરિણામ, ચિત્ત ને ભાવ-શબ્દો સર્વ આ એકાર્થ છે. ૨૭૧.
ગાથાર્થ:- [ બુદ્ધિ: ] બુદ્ધિ, [ વ્યવસાય: અપિ =] વ્યવસાય, [ અધ્યવસાi ] અધ્યવસાન, [ મતિ: ] મતિ, [વિજ્ઞાનમ્ ] વિજ્ઞાન, [ વિત્ત ] ચિત્ત, [ ભાવ: ] ભાવ [TM ] અને [ પરિણામ: ] પરિણામ- [ સર્વ] એ બધા [yાર્થમ્ વ] એકાર્થ જ છે (-નામ, જાદાં છે, અર્થ જુદા નથી ).
ટીકાઃ- સ્વ-૫૨નો અવિવેક હોય (અર્થાત્ સ્વ-પરનું ભેદજ્ઞાન ન હોય) ત્યારે જીવની અધ્યવસિતિમાત્ર તે અધ્યવસાન છે; અને તે જ (અર્થાત્ જેને અધ્યવસાન કહ્યું તે જ) બોધનમાત્રપણાથી બુદ્ધિ છે, વ્યવસાનમાત્રપણાથી વ્યવસાય છે, મનનમાત્રપણાથી મતિ છે, વિજ્ઞતિમાત્રપણાથી વિજ્ઞાન છે, ચેતનામાત્રપણાથી ચિત્ત છે, ચેતનના ભવનમાત્રપણાથી ભાવ છે, ચેતનના પરિણમનમાત્રપણાથી પરિણામ છે. ( આ રીતે આ બધાય શબ્દો એકાર્થ છે.)
=
ભાવાર્થ:- આ જે બુદ્ધિ આદિ આઠ નામોથી કહ્યા તે બધાય ચેતન આત્માના પરિણામ છે. જ્યાં સુધી સ્વપરનું ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી જીવને જે પોતાના
૧. અધ્યવસિતિ હોવો તે.
૨. વ્યવસાન = કામમાં લાગ્યા રહેવું તે; ઉધમી હોવું તે; નિશ્ચય હોવો તે. ૩. મનન = માનવું તે; જાણવું તે.
(એકમાં બીજાની માન્યતાપૂર્વક) પરિણતિ; (મિથ્યા ) નિશ્ચિતિ; (ખોટો ) નિશ્ચય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com