________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૬ ]
પ્રવચન રત્નાકર ભાગ-૮ અધ્યવસાનવાળા જીવને પણ, જ્ઞાનમયપણાને લીધે સતરૂપ અહેતુક જ્ઞાયક જ જેનો એક ભાવ છે એવા આત્માનો અને કર્મોદયજનિત નારક આદિ ભાવોનો વિશેષ નહિ જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન હોવાથી (તે અધ્યવસાન) મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી (તે અધ્યવસાન) અચારિત્ર છે.) વળી “આ ધર્મદ્રવ્ય જણાય છે” ઇત્યાદિ જે અધ્યવસાન છે તે અધ્યવસાનવાળા જીવને પણ, *જ્ઞાનમયપણાને લીધે સતરૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા આત્માનો અને શેયમય એવાં ધર્માદિક રૂપોનો વિશેષ નહિ જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો
અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન હોવાથી (તે અધ્યવસાન) મિથ્યાદર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી (તે અધ્યવસાન) અચારિત્ર છે. માટે આ સમસ્ત અધ્યવસાનો બંધનાં જ નિમિત્ત છે.
માત્ર જેમને આ અધ્યવસાનો વિદ્યમાન નથી તે જ કોઈક (વિરલ) મુનિકુંજરો (મુનિવરો ), સરૂપ અહેતુક જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે, સરૂપ અહેતુક જ્ઞાયક જ જેનો એક ભાવ છે અને સરૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા ભિન્ન આત્માને (સર્વ અન્યદ્રવ્યભાવોથી જુદા આત્માને) જાણતા થકા, સમ્યક પ્રકારે દેખતા (શ્રદ્ધતા) થકા અને અનુસરતા થકા, સ્વચ્છ અને સ્વચ્છંદપણે ઉદયમાન (અર્થાત્ સ્વાધીનપણે પ્રકાશમાન) એવી અમંદ અંતર્જ્યોતિને અજ્ઞાનાદિરૂપપણાનો અત્યંત અભાવ હોવાથી (અર્થાત્ અંતરંગમાં પ્રકાશતી જ્ઞાનજ્યોતિ જરા પણ અજ્ઞાનરૂપ, મિથ્યાદર્શનરૂપ અને અચારિત્રરૂપ નહિ થતી હોવાથી) શુભ કે અશુભ કર્મથી ખરેખર લેવાતા નથી.
ભાવાર્થ:- આ જે અધ્યવસાનો છે તે હું પુરને હણું છું’ એ પ્રકારના છે, “હું નારક છું’ એ પ્રકારના છે તથા “હું પરદ્રવ્યને જાણું છું' એ પ્રકારનાં છે. તેઓ, જ્યાં સુધી આત્માનો ને રાગાદિકનો, આત્માનો ને નારકાદિ કર્મોદયજનિત ભાવોનો તથા આત્માનો ને શેયરૂપ અન્યદ્રવ્યોનો ભેદ ન જાણ્યો હોય, ત્યાં સુધી પ્રવર્તે છે. તેઓ ભેદજ્ઞાનના અભાવને લીધે મિથ્યાજ્ઞાનરૂપ છે, મિથ્યાદર્શનરૂપ છે અને મિથ્યાચારિત્રરૂપ છે; એમ ત્રણ પ્રકારે પ્રવર્તે છે. તે અધ્યવસાનો જેમને નથી તે મુનિકુંજરો છે. તેઓ આત્માને સમ્યક જાણે છે, સમ્યક શ્રદ્ધે છે અને સમ્યફ આચરે છે, તેથી અજ્ઞાનના અભાવથી સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ થયા થકા કર્મોથી લેવાતા નથી.
* આત્મા જ્ઞાનમય છે તેથી સરૂપ અહેતુક જ્ઞાન જ તેનું એક રૂપ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com