________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪ ]
વચન રત્નાકર ભાગ-૮ યોગ્ય છે. આનું નામ કાળલબ્ધિ છે. હવે આવું જ નક્કી કરવા જાય તો ક્રમબદ્ધ (પરિણમન) નક્કી થઈ જાય; પર્યાયનો કાળ અને ક્રમ નક્કી થઈ જાય, ક્રમબદ્ધપર્યાય સિદ્ધ થઈ જાય. એટલે કોઈ લોકો એને ઉડાડી દે છે, એમ કે-અર્ધપુદગલપરાવર્તન સંસાર બાકી હોય ત્યારે જ સમકિત થાય એમ નહિ. પણ બાપુ! છે તો એમ હોં, તારા અભિપ્રાયમાં ભૂલ છે; વસ્તુનો સ્વભાવ તો જેમ છે તેમ જ છે. (આત્મા કેવળજ્ઞાનસ્વભાવી જ છે).
એ લોકો કમબદ્ધનો નિષેધ કરતાં કહે છે-જુઓ, “પરીક્ષામુખ' માં સૂત્ર છે કે જ્ઞાનની અવસ્થા, આ શરીર-મન-વાણી છે, આ ઘટ-પટ છે, આ મહેલ-મકાન છે ઇત્યાદિ પરને “છે, છે” –એમ પ્રત્યક્ષ નક્કી કરે છે અને તેમાં (જ્ઞાનમાં ) એ પ્રત્યક્ષ થાય છે તો એ જ્ઞાનની પર્યાય સ્વને પ્રત્યક્ષ કેમ ન કરે? એમાં (જ્ઞાનમાં ) સ્વસ્વરૂપ પ્રત્યક્ષ કેમ ન જણાય? આમાંથી એ લોકો એમ કાઢે છે કે-અર્ધપુદ્ગલપરાવર્તનનો કાળનો નિયમ લાગુ ન પડે.
ભાઈ ! ત્યાં પરીક્ષામુખમાં સૂત્રકારનો એ આશય નથી. ત્યાં તો એમ કહેવું છે કે અંદર આત્માનો જે જ્ઞાનદર્શનસ્વભાવ છે તે સ્વપરપ્રકાશક છે. એની પર્યાયમાં પણ સ્વપરપ્રકાશકપણું છે. અહા ! જે જ્ઞાનની પર્યાય, આ શરીર છે, વાણી છે ઇત્યાદિ પરને પ્રત્યક્ષ કરે છે તે અને પ્રત્યક્ષ કેમ ન કરે ?
અહાહા...ભગવાન! તારો સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે ને! અંદરમાં જ્ઞાનદર્શન ગુણ છે તે સ્વ-પરપ્રકાશક છે ને! એની પર્યાયમાં પણ સ્વ-પરપ્રકાશકપણું છે તો એ પરને પ્રકાશે છે, આ છે, આ છે, એમ પરનો જ્ઞાનની પર્યાય નિર્ણય કરે છે તો પછી “આ હું ત્રિકાળી જ્ઞાયક છું” એમ સ્વનો નિર્ણય એમાં કેમ ન કરે ! એમ કરીને પરીક્ષામુખમાં ત્યાં સુત્ર મુકયું છે તો કાળને છેદવા (એટલે કે મુક્તિને પામવા. પણ ત્યાં અર્ધપુદ્ગલપરાવર્તનની વાત નથી), પણ ત્યાં સિદ્ધાંત એ સિદ્ધ કરવો છે કે જે જ્ઞાનની પર્યાય આ બાયડી, છોકરાં, દુકાન, પૈસા વગેરે બધું છે, છે, છે-એમ પ્રત્યક્ષ જાણે છે અર્થાત્ જ્ઞાનમાં બરાબર નક્કી કરે છે, એ ચીજોને કરે છે એમ નહિ, જ્ઞાનમાં જાણે છે તે જ્ઞાનની પર્યાય તો સ્વ-પરપ્રકાશક છે; તો પછી તે સ્વને કેમ ન પ્રકાશે? ન્યાય સમજાય છે કાંઈ?
જેમ પરનો નિર્ણય (-પ્રકાશ) કરતાં એ બધું પર પ્રત્યક્ષ થાય છે તેમ જ્યારે સ્વનો નિર્ણય (-પ્રકાશ) કરે છે ત્યારે સ્વ પ્રત્યક્ષ થાય છે; કેમકે પ્રકાશ નામનો એનામાં ગુણ છે. એ એકાંતે પરને પ્રકાશે છે એ તો એકાંત થઈ ગયું; એનો ગુણ તો સ્વપરપ્રકાશક છે. ખરેખર સ્વ પ્રત્યક્ષ થાય એવો એનો ગુણ છે અને એ ગુણમાં પર પ્રકાશવાનું સામર્થ્ય સહેજે ખીલી જાય છે. આવી વાત છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com