________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૬ ].
ચન રત્નાકર ભાગ-૮ અંદર મમતાથી ખૂબ તૃષ્ણાવાન હોય તો તેને વિશેષ ઝાઝો પાપબંધ થાય, અને કોઈ સંપત્તિ-વૈભવશીલ હોય પણ અંદરમાં મમતારહિત હોય તો તેને અતિ અલ્પ બંધ થાય. જુઓ, ચક્રવર્તી સમ્યગ્દષ્ટિ હોય તેને છ ખંડની સંપત્તિનો વૈભવ છે, પણ તેને અલ્પ બંધ છે, કેમકે તેને રાગમાં ને બાહ્યવૈભવમાં ક્યાંય મમતા નથી. રાગ નથી. આ પ્રમાણે બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, પણ તેમાં એકત્વનો અધ્યવસાય જ બંધનું કારણ છે.
અહા ! અધ્યવસાન જ બંધનું કારણ છે, બાહ્યવસ્તુ નહિ, કેમ? “કેમકે બંધનું કારણ જે અધ્યવસાન તેના કારણપણાથી જ બાહ્યવસ્તુને ચરિતાર્થપણું છે.” શું કહે છે? કે બંધનું કારણ જે અધ્યવસાન તેનું બાહ્યવસ્તુ નિમિત્તકારણ છે. બાહ્યવસ્તુની ચરિતાર્થતાસાર્થકતા બસ આટલી જ છે કે તે બંધનું કારણ જે અધ્યવસાય તેનું તે કાળે તે નિમિત્ત થાય છે. અહાહા....! અધ્યવસાયનું બાહ્ય નિમિત્ત થવામાં જ બાહ્યવસ્તુનું કાર્યક્ષેત્ર પુરું થાય છે, એથી વિશેષ કાંઈ નહિ. મતલબ કે બાહ્યવસ્તુ અધ્યવસાયમાં ફકત નિમિત્ત કારણ છે, બસ એટલું જ; બાકી એ કાંઈ બંધનું કારણ થતી નથી.
ભાઈ ! આ શરીર, સ્ત્રી-કુટુંબ-પરિવાર, ધન-લક્ષ્મી ઈત્યાદિ એ કોઈ બંધનું કારણ નથી; પરંતુ એમાં જે એકત્વનો મોહ-અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે અને તે સ્ત્રીકુટુંબ, ધન, આદિ બાહ્ય પદાર્થો તો તે અધ્યવસાયનું નિમિત્તમાત્ર છે, બસ. નિમિત્ત હો, ઉપાદાન નહિ. ઉપાદાન તો એમાં પોતાનું પોતામાં છે. અહાહા.! આ જે ઈન્દ્રને ઈન્દ્રાસનો છે, અપાર વૈભવ છે, કરોડો અપ્સરાઓ છે, અસંખ્ય દેવો છે એ બધાં કાંઈ એને બંધનું કારણ નથી એમ કહે છે, કેમકે એ તો બાહ્યવસ્તુ છે.
અધ્યવસાયમાં બાહ્યવસ્તુ નિમિત્ત હો, પણ નિમિત્ત છે માટે અધ્યવસાય થાય છે એમ નથી. બાહ્યવસ્તુ-નિમિત્ત આને અધ્યવસાય કરાવી દે છે એમ નથી. બાહ્યવસ્તુનું કાર્યપણે માત્ર આટલું જ છે કે અધ્યવસાનમાં તે અધ્યવસાન કાળે તેને આશ્રયભૂત થાય છે, પણ તે બાહ્ય પદાર્થ છે તે કાંઈ આનામાં અધ્યવસાન કરી દે છે એમ નથી, તથા તે બંધનું કારણ થાય છે એમેય નથી ભાઈ ! આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો મારગ છે. એની એક એક વાતમાં ન્યાય ભર્યા છે. ભાઈ ! આ સમજવું પડશે હોં.
અરે આ સમજ્યા વિના એણે અનંતકાળ મોટા દુઃખના ડુંગરા વેઠયા છે. અહા ! માતાના પેટમાં એ ચોવીસ-ચોવીસ વર્ષ રહ્યો, એકવાર બાર વર્ષ ને બીજીવાર બાર વર્ષ અહા ! ઊંધે માથે લટકતો, આગળથી મોં બંધ, આંખો બંધ, નાકનાં નસકોરાં બંધ-એવી શરીરની સ્થિતિએ અંદર અત્યંત સંકોચાઈને દુ:ખભરી સ્થિતિમાં એ રહ્યો. અહા ! એ દુ:ખની શી વાત ! બાપુ! એ પરમાં એકત્વબુદ્ધિનો મોહ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી બાહ્ય શરીરના સંયોગો થયા જ કરશે, અહા ! એને નરક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com