________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૬૫ ]
૧૨૫ સમયસાર ગાથા ૨૬૫ મથાળું વળી ‘બાહ્ય વસ્તુ તે બીજ પણ બંધનું કારણ હશે” એવી શંકા ન કરવી.
કોઈને એમ થાય કે-પરમાં એકપણાનો જે અધ્યવસાય તે બંધનું કારણ છે એમ કહ્યું, પણ સાથે બાહ્ય વસ્તુ જે એના સંબંધમાં છે તે પણ બંધનું કારણ છે કે નહિ? તો કહે છે-બાહ્યવસ્તુ તે બીજાં પણ બંધનું કારણ હશે એવી શંકા ન કરવી. અર્થાત્ અધ્યવસાય તે બંધનું એક કારણ હશે અને બાહ્ય વસ્તુ તે બીજું પણ બંધનું કારણ હશે એમ શંકા કરવી યોગ્ય નથી. અધ્યવસાય જ એકમાત્ર બંધનું કારણ છે. શું કીધું? કે મેં હિંસા કરી, મેં દયા પાળી, મેં ચોરી કરી, મેં ચોરી ના કરી, મેં બ્રહ્મચર્ય પાળ્યું, મેં બ્રહ્મચર્ય ના પાળ્યું-ઈત્યાદિ જે પર સાથેના એકપણાનો અધ્યવસાય છે તે એક જ બંધનું કારણ છે, પણ શરીરાદિ જે બાહ્યવસ્તુમાં ક્રિયા થાય તે બંધનું કારણ નથી. ઝીણી વાત છે ભાઈ ! અનંતકાળમાં અને આ સાંભળવા મળ્યું નથી. અહીં કહે છે
બંધનું કારણ જે (એકત્વબુદ્ધિનો) અધ્યવસાય તેને આશ્રય બાહ્યવસ્તુનો છે, પણ તે બાહ્યવસ્તુ બંધનું કારણ નથી. બાહ્યવસ્તુ અધ્યવસાયનું નિમિત્ત છે, પણ તે કાંઈ બંધનું કારણ નથી; બંધનું કારણ તો એક અધ્યવસાય જ છે. આવા અર્થની હવે ગાથા કહે છે:
* ગાથા ર૬પ : ટીકા ઉપરનું પ્રવચન * અધ્યવસાન જ બંધનું કારણ છે; બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, કેમકે બંધનું કારણ જે અધ્યવસાન તેના કારણપણાથી જ બાહ્યવસ્તુને ચરિતાર્થપણું છે.'
જુઓ, શું કહ્યું? બાહ્યવસ્તુ અધ્યવસાનનો આશ્રય છે, જે અધ્યવસાય વિભાવના પરિણામ થયા તેનું નિમિત્ત બાહ્યવસ્તુ છે, તથાપિ તે બાહ્યવસ્તુ બંધનું કારણ નથી. આ શરીર, ઈન્દ્રિય, વાણી, ધન, લક્ષ્મી, સ્ત્રી-પરિવાર આદિ પરવસ્તુ-બાહ્યવસ્તુ છે; તેના આશ્રયે નિમિત્તે આને જે મમતાનો ભાવ-અધ્યવસાન થાય તે જ બંધનું કારણ છે, પણ એ બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, શરીરાદિની ક્રિયા બંધનું કારણ નથી. ગજબ વાત છે પ્રભુ !
શું કહે છે? કે આ શરીર, ધન, લક્ષ્મી ઈત્યાદિ “આ બધું મારું છે એવી મમતાબુદ્ધિનો ભાવ છે તે જ બંધનું કારણ છે, ધનાદિ બાહ્ય વસ્તુ નહિ. નહિતર તો જેને ઝાઝી લક્ષ્મી હોય તેને તે ઝાઝા-વધારે બંધનું કારણ થાય અને થોડી લક્ષ્મી હોય તેને તે થોડા બંધનું કારણ થાય. પણ એમ હોતું નથી. કોઈ દરિદ્રી હોય પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com