________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૬૫ ]
[ ૧૨૭ નિગોદનાં શરીરો, રોગવાળાં શરીરો મળ્યા જ કરશે અને ફરી પાછો એ પોતે સંયોગમાં એકપણું પામીને એ દુઃખી થયા જ કરશે.
ભાઈ ! અહીં આચાર્યદવ એ દુઃખનું બંધનનું કારણ સમજાવે છે. કહે છે- બંધનું કારણ શરીરાદિ બાહ્યવસ્તુ નથી પણ એના આશ્રયે આને ઉત્પન્ન થતો એના એકપણાનો મોહ નામ અધ્યવસાય જ બંધનું કારણ છે. ભાઈ ! અહીં આચાર્યદેવ જગતના પર પદાર્થોથી ભેદજ્ઞાન કરાવે છે. એમ કે તારો ભાવ-અધ્યવસાય જે છે તે તને નુકશાનકર્તા છે, સામી ચીજ નહિ. તારો અધ્યવસાય કાઢી નાખ, સામી ચીજ તો જગતમાં જેમ છે તેમ છે, તે તને નુકશાન કરતી નથી. ( લાભય કરતી નથી ).
હિંસામાં, શરીરનું બળી જવું, શરીરાદિ પ્રાણનું વિખરાઈ જવું ઈત્યાદિ બાહ્ય ક્રિયા આના (-જીવના) પરિણામમાં નિમિત્ત છે; ત્યાં એ પરિણામ બંધનું કારણ છે, પણ એ શરીરની ક્રિયા બંધનું કારણ નથી. તેમ શરીરથી વિષયની ક્રિયા થાય એ ક્રિયા બંધનું કારણ નથી, પણ હું શરીરથી વિષય સેવન કરું એવો આને જે અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે. એ અધ્યવસાયને શરીરની ક્રિયા આશ્રયભૂત-નિમિત્તભૂત છે, પણ એ શરીરની ક્રિયા બંધનું કારણ નથી. શરીર તો જડ પરવસ્તુ છે. એ જડની ક્રિયા અને બંધનનું કારણ કેમ થાય? ન થાય, તેમ “હું જૂઠું બોલું’ એવો જે અસત્યમાં અધ્યવસાય છે તે જ પાપબંધનું કારણ છે. જઠું બોલવાના અધ્યવસાયને ભાષાવર્ગણાના નિમિત્ત હો, પણ એનાથી પાપબંધ નથી. અહીં તો આ સિદ્ધાંત છે કે-આ હું (પરનું) કરું છું, અને “એમાં મને મઝા છે' ઈત્યાદિ જે મિથ્યાભાવ છે એ જ બંધનું કારણ થાય છે, બાહ્યવસ્તુ કે બાહ્યવસ્તુની ક્રિયા નહિ.
અહાહા....આત્મા અનંતગુણનો પિંડ પ્રભુ જ્ઞાનાનંદનો દરિયો સદા સ્વાધીન છે. પણ અજ્ઞાનીએ અનાદિથી એને ભ્રાંતિવશ પરાધીન માન્યો છે. એણે શરીર, ઈન્દ્રિય, વાણી, સ્ત્રી-પુત્ર, લક્ષ્મી ઈત્યાદિ વડે પોતાનું સુખ માન્યું છે. તે કહે છે અને શરીર વિના ચાલે નહિ, ઈન્દ્રિયો વિના ચાલે નહિં, સ્ત્રી વિના ચાલે નહિ, પૈસા-લક્ષ્મી વિના ચાલે નહિ. અરે ભાઈ ! આવો પરાધીન ભાવ જ તને બંધનનું કારણ છે, કેમકે એ પરાધીન ભાવ જ તારી સ્વાધીનતાને હણે છે, પ્રગટ થવા દેતો નથી. બાહ્ય પદાર્થો તો જેમ છે તેમ છે, તારી પરાધીનતાને ખંખેરી નાખ.
જાઓ, અધ્યવસાનને આશ્રયભૂત-નિમિત્તભૂત બાહ્યવસ્તુ-સ્ત્રી-પુત્ર, તન, ધનઈત્યાદિ છે ખરી, પણ એ કાંઈ બંધનું કારણ નથી. બાહ્યવસ્તુના કાર્યક્ષેત્રની મર્યાદા બંધનું કારણ જે અધ્યવસાન તેને નિમિત્ત હોવા પૂરતી જ છે. મારવા જિવાડવા આદિના અધ્યવસાયમાં બાહ્યવસ્તુ નિમિત્ત છે બસ એટલું જ એનું કાર્યક્ષેત્ર છે, પણ બંધના કાર્યમાં એ નિમિત્તરૂપ કારણ પણ નથી, અહીં તો આ ચોકખી વાત ઉપાડી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com