________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪ ].
ચન રત્નાકર ભાગ-૮ ચૈતન્યચક્રવર્તી પૂરણ આનંદનો નાથ પ્રભુ પોતે છે છતાં પોતાની પ્રભુતાના ભાન વિના ભિખારીની પેઠે બહારથી–પરથી માગે કે સુખ દેજો મને. આ ભાગમાંથી-વિષયમાંથી– પૈસા-ધૂળમાંથી સુખ માગે છે. અહીં કહે છે- હું પરને સુખી કરું વા પર મને સુખી કરે એ અધ્યવસાય મિથ્યાત્વ છે અને તે બંધનું કારણ છે, દુઃખનું કારણ છે.
અહાહા...! ભગવાન તું વસ્તુ છો કે નહિ? અનંત-અનંત ગુણનું વાસ્તુ એવી તું વસ્તુ છો પ્રભુ! તારી પ્રભુતાની તને ખબર નથી પણ જેમાં અનંત શક્તિઓ એક પણે વસેલી છે એવો તું અનંત ગુણોનું સંગ્રહાલય-ગોદામ ભગવાન આત્મા છો. જેમ ગળપણ સાકરનો સ્વભાવ છે તેમ જ્ઞાન અને આનંદ તારો સ્વભાવ છે નાથ ! એમાંથી કાઢવું હોય તેટલું કાઢ, તોય કદી ખૂટે નહિ એવો તારો બેહદ સ્વભાવ છે. આવો જ્ઞાનાનંદરૂપ સ્વરૂપલક્ષ્મીનો અખૂટ ભંડાર પ્રભુ તું, અને આ દેહમાં ને રાગમાં ને વિષયોમાં ક્યાં મુંઝાઈ ગયો ! એનાથી (દેહ, રાગ ને વિષયોથી) હું સુખી છું એ વાત (–અધ્યવસાય ) જવા દે પ્રભુ! આનંદનો ભંડાર તું પોતે છે એમાં જા. આ બીજાની દયા કરું, ને બીજાને દાન દઉં ને બીજાની ભક્તિ કરું-એમ રાગનો અભિપ્રાય છોડી દે; અને પોતાની દયામાં, પોતાને દાન દેવામાં જે પોતાની ભક્તિમાં પોતાને લગાવી દે. આ તારા હિતનો માર્ગ છે.
અહા! અશુભથી બચવા, દયા, દાન, ભક્તિ ઈત્યાદિનો શુભરાગ આવે, પણ એનાથી પોતાનું કલ્યાણ થઈ જાય એ વાત ત્રણ કાળમાં સત્ય નથી.
અહીં કહે છે-હું પરને જિવાડું, હણું, સુખી-દુઃખી કરું-ઈત્યાદિ જે અધ્યવસાય છે તે અધ્યવસાય પોતે પુણ્ય-પાપના ભાવરૂપ, રાગાદિરૂપ હોવાથી શુભાશુભ બંધનું કારણ છે. આવો અધ્યવસાય મિથ્યાદષ્ટિને હોય છે અને તેને તે બંધનું જ કારણ છે. ( જ્ઞાની તો જે દયા, દાનનો વિકલ્પ આવે તેનો સ્વામી-કર્તા થતો જ નથી, એ તો જાણનાર જ રહે છે). આવી વાત છે.
[ પ્રવચન નં. ૩૧૭
*
દિનાંક ૧૨-૨-૭૭]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com