________________
. [ ૧૦૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૫૯ ] થાય છે. રાગ તો વિભાવ છે; એનાથી સ્વભાવ કેમ પ્રગટ થાય? રાગ કાંઈ આત્માનો ગુણ નથી કે એનાથી આત્માનું ચૈતન્યસ્વભાવમય કાર્ય પ્રગટે. આવી વાત છે પ્રભુ! બેસે ન બેસે એમાં જગત સ્વતંત્ર છે. બાકી અંદર દેહમાં દેહાતીત ચૈતન્ય મહાપ્રભુ વિરાજમાન છે તે નિઃસંદેહ બેસે એવી જ ચીજ છે.
અહીં કહે છે-હું પર જીવોને હણું છું, નથી હણતો અર્થાત્ જિવાડું છું- એવો જે મિથ્યાદષ્ટિને અધ્યવસાય છે તે રાગ-દ્રષ-મોહરૂપ હોવાથી તેને બંધનું કારણ છે.
અહાહા...! પ્રત્યેક દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયથી સ્વતંત્ર છે. કોઈ અન્યના ગુણપર્યાયને કરવા શક્તિમાન નથી. વળી કોઈ અન્યના પુણ્ય-પાપના ઉદયને કરવા કે બદલવા શક્તિમાન નથી. આ વસ્તુસ્થિતિ છે. આમ છતાં કોઈ એમ માને કે હું આને (પરને) હણું છું તો તે એનું અજ્ઞાન છે. ના, આને હણવો નથી, આને હું જિવાડું-જીવતો રાખું-એમ અભિપ્રાય કરે તે પણ એનું અજ્ઞાન છે, મૂઢતા છે અરે ભાઈ ! પરને હણવાજિવાડવાની કે પરને સુખી-દુ:ખી કરવાની તારી શક્તિ જ નથી. પરનાં કાર્ય કરવાનું તારા અધિકારમાં જ નથી. તેથી તું એ બધા વિકલ્પ કરે તે મિથ્યા છે, બંધનું કારણ છે. સમજાણું કાંઈ...? અહાહા...! આ નાગાને વસ્ત્ર, ભૂખ્યાને અન્ન, નિરાશ્રિતને આશ્રય ઈત્યાદિ વડે બીજાને હું સુખી કરું એવો વિકલ્પ ભગવાન ! મિથ્યા છે, કેમકે તે સુખી થાય છે એ તો પોતાના પુણ્યના ઉદયે થાય છે, તારાથી નહિ. અહીં ! બીજાને જિવાડું, સુખી કરું,-એ વિકલ્પ અવશ્ય શુભભાવ છે પણ તે પરના એકત્વરૂપ મિથ્યાત્વસહિત છે; તે બંધનું જ કારણ છે.
અત્યારે કોઈ પંડિતો કહે છે-હું પરને જિવાડું-એવો અધ્યવસાય (પરમાં એકત્વબુદ્ધિ ) બંધનું કારણ છે, પણ એને જિવાડવાનો ભાવ કાંઈ બંધનું કારણ નથી.
અરે ભાઈ ! તું શું કહે છે આ? આ બહારની ખાલી પંડિતાઈ તને નુકશાન કરશે બાપુ! આ ચોખ્ખું તો અહીં લીધું છે કે-“એવો જે અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાદષ્ટિને છે, તે જ (અધ્યવસાય) પોતે રાગાદિરૂપ હોવાથી તેને (-મિથ્યાષ્ટિને) શુભાશુભ બંધનું કારણ છે.’ લ્યો, આમાં સ્પષ્ટ ભાષામાં લીધું કે-તે અધ્યવસાય પોતે રાગાદિરૂપ અર્થાત્ રાગ-દ્વેષ-મોહરૂપ, પુણ્ય-પાપરૂપ હોવાથી શુભાશુભ બંધનું કારણ છે. જિવાડવાનો શુભભાવ પણ બંધનું જ કારણ છે. સમજાણું કાંઈ....
અહા! આત્મા અંદર ચિત્માત્ર એક પૂરણ પરમાત્મસ્વરૂપ પ્રભુ છે. એ પરનું શું કરે? અને એ પરમાંથી શું લે? એનામાં શું ખામી છે કે તે પરને ઈચ્છે? અરે ! પોતાના પરણ પરમાત્મપદના ભાન વિના તે અનાદિથી પરાધીન થઈ રહ્યો છે ! આ તો જેમ ચક્રવર્તીને કોઈ ભૂલથી વાઘરણ પરણી હોય તે પોતે મહારાણી છે તોપણ જૂની ટેવ પ્રમાણે ગોખમાં ટોપલી મૂકીને કહે- બટકું રોટલો આપજો બા !-તેમ આ મોટો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com