________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૫૪ થી ૨૫૬]
[૮૯ આ વસ્તુસ્વરૂપ છે બાપુ! આત્મામાં એવી કોઈ શક્તિ નથી કે તે પરનું (શરીર, પૈસા કે બીજા જીવનું) કાર્ય કરી શકે. દરેક દ્રવ્ય પોતે જ પોતાનું કાર્ય કરવા સમર્થ છે, અને બીજાં કોઈ દ્રવ્ય કરી શકે નહિ.
પ્રશ્ન:- તો ચરણાનુયોગમાં એમ આવે છે કે-શ્રાવકે મુનિને આહારદાન આપ્યું તો માનો એણે મુનિને મોક્ષમાર્ગ આપ્યો. આપ તો કોઈ બીજાનું કાંઈ કરે નહિ એમ કહો છો તો આ કેવી રીતે છે?
ઉત્તર- ભાઈ ! એ તો નિમિત્તની મુખ્યતાથી વ્યવહારનું કથન છે. એ તો ત્યાં નિમિત્તનૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવ્યું છે. ત્યાં શ્રાવક આહારદાન દઈ શકે છે એમ સિદ્ધ નથી કરવું. એ તો મોક્ષમાર્ગમાં સ્થિત મુનિરાજને આહાર લેવાનો વિકલ્પ જે કાળમાં થયો હોય તે જ કાળમાં શ્રાવકને આહારદાનનો વિકલ્પ થાય છે ને બહારમાં આહારની આવવાની ક્રિયા એનામાં જે થવા યોગ્ય હોય તે થઈ હોય છે તો વ્યવહારથી કહેવામાં આવે છે કે શ્રાવકે મુનિને આહારદાન દીધું; બાકી આહારનું દાન કોણ કરે ને કોણ લે? પદ્રવ્યની ક્રિયા આત્મા કરે એ ત્રણકાળમાં સત્ય નથી.
તેવી રીતે મોક્ષમાર્ગમાં સ્થિત મુનિરાજને શ્રાવકે કોઈ મોક્ષમાર્ગ દીધો છે એમેય નથી. મોક્ષમાર્ગ તો બાપુ! અંતરની ચીજ છે ભાઈ ! એ તો શુદ્ધ અંત તત્ત્વ એક જ્ઞાયકસ્વભાવી આત્માના અંતર-અવલંબને પ્રગટ થાય છે; એને બીજો કોણ દે? એ તો ત્યાં દાન અધિકારમાં શ્રાવકને અવશ્ય આહારદાનના પરિણામ થતા હોય છે એટલું સિદ્ધ કરવા દાનનો મહિમા પ્રગટ કર્યો છે. બાકી એ સર્વ ઉપચારકથન જાણવું. સમજાણું કાંઈ....?
અહીં કહે છે-આ જડ શરીર ને ઈન્દ્રિયો દ્વારા બીજા જીવોને-સ્ત્રી-પુત્ર-પરિવાર આદિને હું ભોગાદિ સુખ આપું છું એવી માન્યતા અહંકારરસથી ભરેલી છે અને તે મિથ્યાત્વ છે, કેમકે શરીર-ઈન્દ્રિયાદિ જડની ક્રિયા તથા પર જીવોના સુખ-દુઃખની ક્રિયા આત્મા કરી શકતો જ નથી. શરીર-ઇન્દ્રિયાદિની ક્રિયા સ્વયં એના પુદગલો વડે થાય છે અને બીજા જીવો સૌ પોતપોતાના ભાવથી જ સુખી-દુઃખી થાય છે. ભાઈ ! આવું જ જૈન પરમેશ્વરે કહેલું વસ્તુનું સ્વરૂપ છે. અરે! દુનિયાએ જૈનના નામે પણ ચિદાનંદરસને છોડીને અહંકારરસને જ પોપ્યો છે!
આ દુકાનના થડે બેઠો હોય ને વેપાર-ધંધો બરાબર ચાલે, માલ આવે ને જાય, પૈસા આવે ને જાય, ત્યાં આ એમ માને કે-હું આ બધું ચલાવું છું તેને કહે છે ભાઈ ! એ તારો મિથ્યા અહંકાર છે; કેમકે એક એક પરમાણુની પ્રતિસમય થતી એક એક પર્યાય સ્વયં તે તે પરમાણુથી થાય છે. પરમાણુની ક્રિયા, કોઈ બીજો કહું કે હું કરું છું તો તે એનું અજ્ઞાન છે. આ રોટલાના બે બટકાં થાય ને! તેને હું કરું છું એમ માને તે મિથ્યા અહંકાર છે, અજ્ઞાન છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com