________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૦ ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૮ અહા! પરદ્રવ્યની પરિણતિને હું કરું છું એવા અહંકારરસથી ભરેલા, પરનાં કાર્ય કરવાની વાંછાવાળા તે પુરુષો “નિયતમ' નિયમથી “મિચ્યોદશ: આત્મહત્ત: ભવન્તિ” મિથ્યાદષ્ટિ છે પોતાના આત્માનો ઘાત કરનારા છે.
શું કીધું? કે હું પરનાં કાર્ય કરી શકું છું એવા અહંકારથી પરનાં કાર્ય કરવાની જેઓને વાંછા છે તેઓ નિયમથી મિથ્યાદષ્ટિ છે, પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો ઘાત કરનારા છે. પરની રક્ષા તો કરવી, પણ એનો અહંકાર ન કરવો-એમ વાત નથી આ. આ તો તું પરની રક્ષા કરી શકતો જ નથી એમ વાત છે. તથાપિ જો પરની રક્ષા કરવાની તને વાંછા છે તો તું મિથ્યાષ્ટિ છો, આત્મઘાતી છો. આવું આકરું લાગે એવું છે. મારગ બહુ ઝીણો છે ભાઈ ! લોકોએ વીતરાગના તત્ત્વને સમજ્યા વિના એમ ને એમ હાંકે રાખ્યું છે. (પણ એથી શું લાભ છે?)
આ મંદિર મેં બનાવ્યાં અને અંદર પ્રતિમાની પ્રતિસ્થાપના મેં કરી ઇત્યાદિ પરની ક્રિયા મેં કરી એમ જેઓ માને છે તેઓ મિથ્યા અહંકારથી ભરેલા પરનાં કર્મ કરવાની વાંછાવાળા “મીત્મહત્ત: ' આત્માનો ઘાત કરનારા મહાપાપી છે. અહા! આત્માનો તો શુદ્ધ જ્ઞાતા-દરા સ્વભાવ છે. તેને જાણવા-દેખવાના સ્વભાવવાળો ન માનતાં પરનાં કર્મ કરવાવાળો માન્યો તેમાં પોતાના સ્વભાવનો ઘાત થયો, સ્વભાવની હિંસા થઈ. ભાઈ ! આ તો ભગવાન સર્વશદેવનો આ હુકમ છે. સમજાણું કાંઈ..? “કાંઈ ' એટલે કઈ પદ્ધતિથી આ કહેવાય છે અને એમાં શું જાય છે તે સમજાય છે કે નહિ એમ વાત છે. બધું સમજાય તો તો ન્યાલ થઈ જાય.
પ્રશ્ન:- પણ અનાસક્તિભાવે તો તે પરનાં કર્મ કરે ને ?
ઉત્તર- અરે ભાઈ ! તું શું કહે છે આ? પરનું કરવું ને અનાસક્તિ-એ બે ભાવ સાથે હોઈ જ શકે નહિ. બીજે (અન્યમતમાં) એવો ઉપદેશ છે કે અનાસક્તિભાવે પરનાં કામ કરવાં, પરની સેવા કરવી ઇત્યાદિ; પણ અહીં વીતરાગના શાસનમાં તો આ વાત છે કે-પરનું કરી શકું છું” એ જ આસક્તિ નામ મિથ્યાત્વભાવ છે. અહા ! કેટલું ભર્યું છે આ કળશમાં? જુઓ ને! હું પરને હણી શકું છું, વા તેનો અંગછેદ કરી દુઃખી કરી શકું છું એવો મિથ્યાભાવ તો આત્માની હિંસા કરનારો મહાપાપમય છે જ; પણ હું બીજાનું જીવતર કરી શકું છું, એની દયા પાળી શકું છું, વા અનુકૂળતા દઈને સુખી કરી શકું છું ઇત્યાદિ અભિપ્રાય પણ મિથ્યાભાવ છે અને તે આત્માનો ઘાત કરનાર મહાપાપમય છે; કેમકે બીજો બીજાને હણે વા જિવાડે એ વાત ત્રણકાળમાં સાચી નથી.
કોઈને એમ થાય કે આવો મારગ ક્યાંથી કાઢયો વળી? તેને કહીએ છીએ કે ભાઈ ! આ તો અનંતકાળથી પ્રવાહરૂપે ચાલ્યો આવતો માર્ગ છે. તે કોઈ દિ'
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com