________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૮૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ કેમકે તું તેમ કરી શકતો નથી. જીવ મરે કે ન મરે તે તો તેના આયુકર્મને લઈને છે. આયુનો ઉદય હોય તો ન મરે, જીવે; ઝેરના પ્રસંગમાં પણ જીવે, અને આયુનો ક્ષય થયો હોય તો મરે; જિવાડવાનો પ્રયત્ન હોય છતાં મરે. આયુકર્મના ઉદયે જીવે ને આયુકર્મના ક્ષયથી મરે એમ કહેવું એ પણ વ્યવહા૨ છે. વાસ્તવમાં તો જીવની દેહમાં રહેવાની સ્થિતિની જેટલી યોગ્યતા હોય તેટલો કાળ તે દેહમાં રહે અને ત્યારે આયુકર્મના ઉદયનું નિયમથી નિમિત્ત છે તેથી આયુર્મથી જીવે છે એમ વ્યવહારથી કહેવાય છે. તે જ પ્રમાણે સ્થિતિ પૂરી થતાં દેહ છૂટે ત્યારે આયુર્મના ક્ષયથી મર્યો એમ વ્યવહારથી કહેવાય છે. અહા ! વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે ભાઈ !
આ વસ્તુસ્થિતિ છે, છતાં જેઓ ૫૨થી પરનાં જીવન, મરણ, સુખ-દુ:ખ માને છે તેઓ અહંકા૨૨સથી કર્મો કરવાના ઇચ્છુક છે. છે ને પાઠમાં કે-‘અહંકૃતિસેન ર્માણિ વિષિવ:' તેઓ અહંકારરસથી કર્મો કરવાના ઈચ્છુક છે. આવો અર્થકાર શ્રી જયચંદજીએ બરાબર ચોકખો અર્થ કર્યો છે. પ૨નું કરવું, પણ એનો અહંકાર ન કરવો-એમ નહિ; પણ હું પરનું કાર્ય કરું છું એવા અહંકારરસથી ભરેલા પરનાં કાર્ય કરવાની ઈચ્છાવાળા તેઓ મૂઢ અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે એમ વાત છે. હું પરનું કરું છું-એ માન્યતા જ અહંકા૨૨સયુક્ત મિથ્યાત્વ છે ભાઈ ! શાસ્ત્રના અર્થ કરવામાં ફેર એ આખો દષ્ટિનો ફેર છે બાપુ !
ઘ૨માં દસ-વીસ માણસ હોય ને આ એકલો ૨ળતો હોય એટલે માને કે હું બધાંને પોપું છું. પણ એમ નથી હોં. અહીં કહે છે-તું બીજાને પોષી શકે જ નહિ. હું સૌને પોષુએમ મફતનો અહંકાર કરીને તું તારા મિથ્યાત્વ ને કષાયને પુષ્ટ કરે એ બીજી વાત છે, બાકી બીજાનું પોષણ તું ત્રણકાળમાં કરી શકતો નથી. ઘરમાં સ્ત્રી હોય તે દાળ-ભાતશાક-રોટલી ઇત્યાદિ બરાબર કરીને ટાણે આપે, રોટલી ઉની-ઉની કરીને થાળીમાં પીરસે એટલે આ માને કે મારી સગવડ બરાબર સાચવે છે. પણ ભાઈ ! એ તારી માન્યતા સાવ મિથ્યા છે. ભાઈ! એ રોટલી આદિ કોણ કરે ? ને કોણ થાળીમાં પીરસે ? તો પુદગલના રજકણો પોતાના કારણે તે તે કાળે રોટલી આદિરૂપે પરિણમે છે અને પોતાની પર્યાયથી ત્યાંથી ખસીને થાળીમાં જાય છે; સ્ત્રી તો તેમાં નિમિત્તમાત્ર છે. ત્યાં તું એમ માને કે સ્ત્રીએ મને સગવડ આપી તો તે તારી માન્યતા મિથ્યા છે, કેમકે બીજો બીજાનું કામ-કાર્ય કરી શકતો જ નથી. અહા! આવો ભગવાન જિનેશ્વરનો માર્ગ સમજવો બહુ કઠણ બાપા!
આ શેઠિયાઓને ઘણાં અભિમાન હોય, –એમ કે અમને પાંચ-દસ કરોડ રૂપિયા છે એનાથી આટલા બધા નોકરોને નિભાવીએ છીએ. ધૂળેય નથી, સાંભળને. શું રૂપિયા તારા છે? અને શું પરનાં (શરીરાદિનાં) કાર્ય તું કરી શકે છે? અહા! હું પરનું કરું છું એમ મિથ્યા અભિમાન કરે, પણ પ૨નું એ કદીય કરી શકતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com