________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૫૪ થી ૨
[ ૮૭ યે પરાત્ પરચ મર—નીવિત–દુ:–સૌરથમ પશ્યત્તિ' જે પુરુષો પરથી પરનાં મરણ, જીવન, દુ:ખ, સુખ દેખે છે અર્થાત્ માને છે “ત' તે પુરુષો...............
અહાહા.! કહે છે? કે જે પુરુષો એમ માને છે કે-પરના ઈન્દ્રિય, મન-વચનકાય, આયુ ને શ્વાસોચ્છવાસ-એમ પ્રાણોને હુરી શકું છું, રાખી શકું છું વા તેમને ઈષ્ટઅનિષ્ટ સંજોગો દઈને સુખી-દુ:ખી કરી શકું છું તેઓ મિથ્યાદષ્ટિ છે.
કેવા છે તે પુરુષો? તો કહે છે- “કદંતિરસેન શર્માણ વિઠ્ઠીર્ષવ:' અહંકારરસથી કર્મો કરવાના ઈચ્છક છે, અર્થાત્ હું આ કર્મોને કરું છું-એવા અહંકારરૂપી રસથી કર્મો કરવાની મારવા-જિવાડવાની, સુખી-દુ:ખી કરવાની વાંછા કરનારા છે.
હવે આમાંથી બીજા કેટલાક ઊંધો અર્થ કાઢે છે; એમ કે બીજાનું કામ તો કરવું પણ એનો અહંકાર ન કરવો; અહંકારનો નિષેધ છે બાકી પરનું કામ ન કરવું કે પરનું કરી શકતો નથી-એમ નથી. પરને મારી શકીએ, જિવાડી શકીએ, સુખ-દુઃખ આપી શકીએ, પણ એનો અહંકાર ન કરવો. ભારે (વિપરીત ) વાત ભાઈ !
અરે ભાઈ ! તારી સમજમાં બહુ ફેર છે બાપુ! જો પરનું કરી શકે તો ત્યાં અહંકાર કરવામાં શું દોષ છે? કાંઈ દોષ નથી. અહીં તો કહે છે કે- પરનું કર્મ-ક્રિયા આત્મા કરી શકતો જ નથી. હું પરનું કરું-એવો અધ્યવસાય જ અહંકારરસથી ભરેલો છે અને તે મિથ્યાત્વનો દોષ છે. અહાહા..! આત્મા બીજાને આહાર પાણી, ઔષધ, વસ્ત્ર, આદિ દઈ શકતો જ નથી, બીજાનાં જીવન-મરણ તે કરી શકતો જ નથી એ મૂળ સિદ્ધાંત છે. એને આહારાદિ ઈષ્ટ સંયોગ આવે તે એના પુણ્યકર્મના ઉદયને લઈને છે, તથા એને રોગાદિ પ્રતિકૂળતા થાય તે એના પાપકર્મના ઉદયને લઈને છે. વળી એના પ્રાણોનું રક્ષણ એના આયુકર્મના ઉદયથી છે તથા એનું મરણ આયુકર્મના ક્ષયને લઈને છે પણ કોઈ જીવ કોઈ અન્યનું કાર્ય કરે એ માન્યતા જ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. માટે પરનું કરવું ખરું, પણ એનો અહંકાર ન કરવો–એ વાત નરી ભ્રાન્તિ છે સમજાણું કાંઈ...?
લોકો તો એવું માને કે આપણે એક બીજાને મદદ કરવી, એકબીજાનાં કામ કરવાંએ આપણી ફરજ છે. પણ ભાઈ ! ત્રિલોકનાથ જૈનપરમેશ્વરની આજ્ઞામાં તો આ આવ્યું છે કે આત્મા, બીજાના પ્રાણોની રક્ષા કરવી, બીજાનું મોત નીપજાવવું કે બીજાને આહારઔષધાદિ સગવડો આપવી ઇત્યાદિ પરનાં કોઈ પણ કાર્ય કરી શકતો જ નથી.
પ્રશ્ન:- બીજાને ઝેર દઈને મારવાનો ભાવ આવે તે ક્યો ભાવ છે?
ઉત્તર:- “હું ઝેર દઈ, એના પ્રાણોને હરું' એવો જે ભાવ છે તે મિથ્યાત્વભાવ છે. ભાઈ ! મારવાનો અભિપ્રાય મિથ્યાત્વભાવ છે. અને તેવી જ રીતે “હું બીજાના પ્રાણોની રક્ષા કરું'- એવો બીજાને જિવાડવાનો અભિપ્રાય પણ મિથ્યાત્વભાવ છે. કેમ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com