________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
તો તે કાંઈ તપ નથી. એ તો રાગ છે, અપવાસ છે. એકલા શુભરાગમાં રોકાઈ રહે એ તો અપવાસ એટલે માઠો વાસ છે, દુઃખમાં વાસ છે.
આત્માના આનંદના અનુભવ વિના અર્થાત્ સમ્યગ્દર્શન વિના જેટલો ક્રિયાકાંડનો રાગ છે તે બધો દુઃખરૂપ છે અને તે પુદ્ગલનો સ્વાદ છે. અજ્ઞાનીને રાગની એક્તાબુદ્ધિ આડે રાગથી ભિન્ન થવાની ભેદજ્ઞાનશક્તિ સંકોચાઈ ગઈ છે. પોતે નિર્મળ આનંદસ્વરૂપ ભગવાન શાયક છે અને રાગ તો દુઃખસ્વરૂપ છે એમ બેને ભિન્ન પાડનારી ભેદજ્ઞાનશક્તિ અનાદિથી ઢંકાઈ ગઈ છે. આત્મા અને રાગ એક છે એવી અભેદષ્ટિ એને થઈ ગઈ છે.
ભગવાન આત્મા જ્ઞાયક તત્ત્વ છે અને શુભાશુભ ભાવ તે પુણ્ય-પાપરૂપ આસ્રવ તત્ત્વ છે. બન્ને તત્ત્વ ભિન્ન ભિન્ન છે. એક તત્ત્વ બીજા તત્ત્વરૂપ નથી એમ માને તો નવ તત્ત્વ સિદ્ધ થાય. પરંતુ અજ્ઞાનીને નવ તત્ત્વોને ભિન્ન કરવાની શક્તિ ઢંકાઈ ગઈ છે. આસવથી જ્ઞાયકને ભિન્ન પાડવાની એની શક્તિ બીડાઈ ગઈ છે કેમકે તે જ્ઞાયકને અને આસ્રવને એકરૂપ કરે છે.
જુઓ, આ મુદ્દાની ૨કમની વાત ચાલે છે. કોઈ પંચમહાવ્રત પાળે, હજારો રાણીઓ છોડી જંગલમાં રહે પણ અંદર રાગથી ભિન્ન પોતાની ચીજ છે એનું ભાન ન કરે તો તે મિથ્યાદષ્ટિ છે. અરે ભાઈ! શુભરાગ કરીને તું અનંતવાર નવમી ત્રૈવેયક ગયો પણ અનંતકાળમાં આજ પર્યંત જે વિસ છે એવો રાગનો જ તને સ્વાદ આવ્યો છે. જે અશુભ રાગ છે તેનો સ્વાદ તો તીવ્ર મહાદુ:ખમય છે. પણ પંચમહાવ્રતાદિ જે શુભ-રાગ છે તેનો સ્વાદ પણ દુઃખમય જ છે. અરેરે! પુણ્યપાપના ભાવમાં એકાકાર થઈને અજ્ઞાની જીવો રોકાઈ ગયા છે અને આનંદકંદ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ અંતરમાં બિરાજમાન છે તે મૂળ ૨કમને ભૂલી ગયા છે!
ભગવાન જિનેશ્વરદેવ ધર્મસભામાં ગણધરો અને ઇન્દ્રોની ઉપસ્થિતિમાં જે વાત કહેતા હતા તે વાત સંતો તેમના આડતિયા થઈને જગત પાસે જાહેર કરે છે. કહે છે-પ્રભુ! તું શાશ્વત આનંદધામ, ત્રિકાળી સુખધામ છો, અને આ ક્ષણિક રાગનો રસ છે તે આકુળતામય, દુ:ખમય છે. તને સ્વપરના સ્વાદની જુદાઈનો વિવેક નહિ હોવાથી અર્થાત્ ભેદસંવેદનશક્તિ બિડાઈ ગઈ હોવાથી તું પોતાને (જ્ઞાનને) અને રાગને અનાદિથી એકમેક કરી જાણે અને માને છે. પ્રભુ!
આ તેં શું કર્યું? નિરાકુળ આનંદનો નાથ એવો તું રાગના-દુઃખના વિરસ સ્વાદમાં કયાં રોકાઈ
ગયો ? હૈ ભાઈ! રાગના ક્રિયાકાંડથી મને ધર્મ થશે એવી માન્યતા છોડી અંતર્દષ્ટિ કર. પર્યાયબુદ્ધિ છોડીને દ્રવ્યદૃષ્ટિ પ્રગટ કર.
ભગવાન પૂર્ણાનંદનો નાથ અનંતસુનિધાન જ્ઞાયકસ્વરૂપ પ્રભુ અંતરંગમાં સદા વિરાજમાન છે. પરંતુ અજ્ઞાનીએ અંતર્દષ્ટિ કરી નહિ તેથી તેને અનાદિથી એકલા રાગનો સ્વાદ આવી રહ્યો છે. અરે ! રાગનો સ્વાદ બેસ્વાદ છે તોપણ તેમાં અટકી ગયેલો તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com