________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૯૭ ]
[
૭૧
ભક્તિ આદિ શુભભાવ જે દુઃખરૂપ છે તેનો સ્વાદ જે લે છે તે મૂઢ મિથ્યાષ્ટિ છે. શુભરાગ એ કાંઈ ચૈતન્યની સ્વભાવરૂપ અવસ્થા નથી અને તેથી તેને પુદ્ગલની અવસ્થા કહી છે. અજ્ઞાની જીવ પુદ્ગલની અવસ્થા એટલે કે રાગદ્વેષના જે ભાવ તેનો સ્વાદ લે છે. આવું જ મિથ્યાષ્ટિનું લક્ષણ છે.
અગિયાર અંગ અને નવપૂર્વનું જ્ઞાન ભલે હોય, પણ જ્યાં સુધી રાગના સ્વાદનો અનુભવ કરે છે ત્યાં સુધી તે મિથ્યાષ્ટિ છે. ભગવાન આત્મા ત્રિકાળી ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે. તેની સન્મુખ થઈ ઝુકાવ કદી કર્યો નથી એવો અજ્ઞાની પાંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આદિ અઠ્ઠાવીસ મૂલગુણ પાળે તોપણ તે બધો શુભરાગ હોવાથી તે દુઃખનો સ્વાદ અનુભવે છે, લેશમાત્ર સુખનો સ્વાદ તેને નથી. છ૭ઢાલામાં કહ્યું છે કે
મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો; પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાયૌ.''
અહાહા...! નવમી ગ્રીવ જાય એવા શુભભાવ એણે અનંતવાર કર્યા પણ શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન કર્યા વિના અનંતકાળમાં તે લેશ પણ સુખ ન પામ્યો. મતલબ કે દુઃખ જ પામ્યો. અરે ભાઈ! શુભભાવ કરીને પણ એણે અનાદિથી દુઃખનો જ સ્વાદ અનુભવ્યો છે.
પ્રશ્ન:- આ બધા શેઠીઆ અને સ્વર્ગના દેવ તો સુખી છે ને?
ઉત્તર:- અરે ભાઈ ! આ બધા શેઠીઆ અને સ્વર્ગના દેવ વિષયોની ચાહના દાહથી બળી રહ્યા છે. તેઓ બિચારા દુઃખી જ દુઃખી છે. જેને પોતાના આનંદસ્વરૂપ આત્માનું ભાન નથી તે બધાને પુણ્ય પાપના ભાવનો સ્વાદ આવે છે અને તે આકુળતામય દુઃખનો જ સ્વાદ છે.
પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળપણે એકરૂપે અનુભવન હોવાથી અજ્ઞાનીની ભેદસંવેદનની શક્તિ બિડાઈ ગઈ છે. અજ્ઞાનીને આત્માના સ્વાદનો (જ્ઞાનનો) તો અંશ પણ નથી. રાગને-પુણ્યપાપના ભાવને અને પોતાને ( જ્ઞાનને ) એકમેક કરતો હોવાથી તેને બન્નેના ભેદસંવેદનની શક્તિ અસ્ત થઈ ગઈ છે. રાગથી ભિન્ન નિર્મળ જ્ઞાનાનંદસ્વભાવી પોતાની ચીજ છે એવું ભેદજ્ઞાન કરવાની એની શક્તિ બિડાઈ ગઈ છે. એટલે કે તેને રાગમાં એક્તા થઈ ગઈ છે. પરંતુ રાગ ચાહું શુભ હો કે અશુભ હો–તે આકુળતા ઉપજાવનારો દુઃખસ્વરૂપ જ છે. અહીં શુભરાગની પ્રધાનતાથી વાત છે કેમકે શુભમાં ધર્મ માનીને અજ્ઞાની અનંતકાળથી દુઃખી થઈ રહ્યો છે.
બાહ્ય તપશ્ચર્યામાં જે રાગ છે તે આકુળતાનો સ્વાદ છે, દુ:ખ છે. તે કાંઈ ખરી તપશ્ચર્યા નથી. જેમાં સ્વભાવનું પ્રતપન થઈને નિરાકુળ આનંદનો સ્વાદ આવે તેનું નામ તપ છે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન ન હોય અને મહિના-મહિનાના બહારથી ઉપવાસ કરે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com