________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૯૭
ततः स्थितमेतद् ज्ञानान्नश्यति कर्तृत्वम्एदेण दु सो कत्ता आदा णिच्छयविदूहिं परिकहिदो। एवं खलु जो जाणदि सो मुंचदि सव्वकत्तित्तं ।। ९७ ।।
एतेन तु स कर्तात्मा निश्चयविद्भिः परिकथितः। एवं खलु यो जानाति सो मुञ्चति सर्वकर्तृत्वम्।।९७ ।।
તેથી (પૂર્વોક્ત કારણથી) એ સિદ્ધ થયું કે જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય છે' એમ હવે કહે છે:
એ કારણે આત્મા કહ્યો કર્તા સહુ નિશ્ચયવિદે, -એ જ્ઞાન જેને થાય તે છોડે સકલ કર્તુત્વને. ૯૭.
ગાથાર્થ:- [તેન તુ] આ (પૂર્વોક્ત) કારણથી [નિશ્ચયવિ]િ નિશ્ચયના જાણનારા જ્ઞાનીઓએ [ સ: માત્મા] તે આત્માને [કર્તા] કર્તા [પરિથિત:] કહ્યો છે-[vā ] આવું નિશ્ચયથી [ 4:] જે [નાનાતિ] જાણે છે [ :] તે (જ્ઞાની થયો થકો ) [ સર્વત્કૃત્વમ્] સર્વ ઝૂત્વને [ મુખ્યતિ] છોડે છે.
ટીકાઃ- કારણ કે આ આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાનો આત્મવિકલ્પ કરે છે તેથી તે નિશ્ચયથી કર્તા પ્રતિભાસે છે-આવું જ જાણે છે તે સમસ્ત કર્તુત્વને છોડે છે તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટ સમજાવવામાં આવે છે –
આ આત્મા અજ્ઞાની થયો થકો, અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને મિલિત (એકમેક મળી ગયેલા) સ્વાદનું સ્વાદન-અનુભવન હોવાથી (અર્થાત્ પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળપણે-એકરૂપે અનુભવન હોવાથી), જેની ભેદસંવેદનની (ભેદજ્ઞાનની) શક્તિ બિડાઈ ગયેલી છે એવો અનાદિથી જ છે; તેથી તે પરને અને પોતાને એકપણે જાણે છે; તેથી “હું ક્રોધ છું' ઇત્યાદિ આત્મવિકલ્પ (પોતાનો વિકલ્પ) કરે છે, અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન (સ્વભાવ)થી ભ્રષ્ટ થયો થકો વારંવાર અનેક વિકલ્પરૂપે પરિણમતો થકો કર્તા પ્રતિભાસે છે.
અને જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે, જ્ઞાનને લીધે જ્ઞાનના આદિથી માંડીને પૃથક પૃથક સ્વાદનું સ્વાદન-અનુભવન હોવાથી (અર્થાત્ પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com