________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૯૫ ]
[ ૪૭
સમયસાર ગાથા ૯૫ : મથાળું
હવે એ જ વાતને વિશેષ કહે છે
* ગાથા ૯૫ : ટીકા ઉપરનું પ્રવચન *
“ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી (લીનતાથી) સમસ્ત ભેદને છુપાવીને યજ્ઞાયકભાવને પામેલાં એવા સ્વ-પરનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી, “હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું'' એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે.'
૯૪મી ગાથામાં ભાવ્યભાવકભાવને પામેલાં સ્વપરને અજ્ઞાની એકપણે અનુભવે છે એમ લીધું હતું. અહીં આ ગાથામાં શયજ્ઞાયકભાવને પામેલાં સ્વપરનું એકપણે અનુભવન કરવાથી
હું ધર્મ છું' એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે એમ કહ્યું છે. આત્મા જ્ઞાયક છે અને રાગાદિ, ધર્માદિ છ દ્રવ્યો પરય છે. તે શેય અને જ્ઞાયક બન્નેનું અધિકરણ એક છે એમ અજ્ઞાની અનુભવે છે. તેથી તે ત્રણ પ્રકારના સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે.
ધર્માસ્તિકાયનો વિકલ્પ આવે છે તો હું ધર્માસ્તિકાય છું એમ અજ્ઞાની માને છે. પોતાના શુદ્ધ ચૈતન્યમય જ્ઞાયકસ્વરૂપનું જ્ઞાન છોડી ધર્માસ્તિકાય આદિ છ પ્રકારનાં જે દ્રવ્યો છે તેનો વિચાર કરતાં તે સંબંધીના વિકલ્પમાં તલ્લીન થઈ જાય છે. તે ધર્માસ્તિકાય આદિને પોતાનાં માને છે. ધર્માસ્તિકાય જીવ-પુગલોને ગતિમાં નિમિત્ત થાય એવો એક પદાર્થ છે. તેનો વિચાર કરતાં જે વિકલ્પ આવ્યો તેમાં અજ્ઞાની તન્મય થઈ જાય છે. પોતાના જ્ઞાતાદષ્ટાસ્વભાવનું ભાન ભૂલીને ધર્માસ્તિકાય હું છું” એમ તે માને છે.
તેવી રીતે અધર્માસ્તિકાય જીવ-પુદ્ગલોને ગતિપૂર્વક સ્થિતિનું નિમિત્ત છે. અધર્માતિકાયનો વિચાર કરતાં તેનો જે વિકલ્પ આવે છે તેમાં અજ્ઞાની તદ્રુપ-એકાકાર થઈ જાય છે. તે અધર્માસ્તિકાયને પોતાનું માને છે. પોતે સદા જ્ઞાયકસ્વભાવી જ્ઞાતાદેટાસ્વરૂપ ચૈતન્ય-તત્ત્વ છે એ વાતને ભૂલીને “હું અધર્માસ્તિકાય છું” એમ વિકલ્પમાં એકાકાર થઈ અધર્માસ્તિકાયને અને પોતાને એક માને છે.
હું શુદ્ધ ચૈતન્યકંદ આનંદકંદ પ્રભુ સ્વરૂપથી જ જ્ઞાતાદ્રષ્ટા છું એમ જેને ભાન થયું નથી એવો અજ્ઞાની જીવ પર પદાર્થનો વિચાર કરતાં તે કાળે આ પર પદાર્થ હું છું એવો વિકલ્પ સાથે તદાકાર થઈને તે પર પદાર્થને પોતાનો માને છે.
આકાશ નામનો એક પદાર્થ સર્વત્ર વ્યાપી ભગવાને જોયો છે. તે સર્વ દ્રવ્યોને અવગાહનમાં નિમિત્ત છે. તે આકાશનો વિચાર કરતાં જે વિકલ્પ થાય છે તેમાં અજ્ઞાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com