________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૯૫
तिविहो एसुवओगो अप्पवियप्पं करेदि धम्मादी। कत्ता तस्सुवओगस्स होदि सो अत्तभावस्स।।९५।।
त्रिविध एष उपयोग आत्मविकल्पं करोति धर्मादिकम्। कर्ता तस्योपयोगस्य भवति स आत्मभावस्य।।९५।।
હવે એ જ વાતને વિશેષ કહે છે:
હું ધર્મ આદિ' વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે, ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ૯૫.
ગાથાર્થઃ- [ત્રિવિધ: ] ત્રણ પ્રકારનો [:] આ [ ૩૫યો 1:] ઉપયોગ [ ધર્માન્િ ] હું ધર્માસ્તિકાય આદિ છું' એવો [કાત્મિવિī] પોતાનો વિકલ્પ [ રોતિ] કરે છે; તેથી [ 1:] આત્મા [ તસ્ય ઉપયોગી ચ ] તે ઉપયોગરૂપ [ ગાત્મમાર્ચ ] પોતાના ભાવનો [ વર્તા ] કર્તા [ભવતિ ] થાય છે.
ટીકાઃ- ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી (લીનતાથી) સમસ્ત ભેદને છુપાવીને યજ્ઞાયકભાવને પામેલાં એવા સ્વ-પરનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી, “હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છુંએવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે; તેથી, “હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું' એવી ભ્રાંતિને લીધે જે સોપાધિક (ઉપાધિ સહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આત્મા તે સોપાધિક ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે.
ભાવાર્થ- ધર્માદિના વિકલ્પ વખતે જે, પોતે શુદ્ધ ચૈતન્યમાત્ર હોવાનું ભાન નહિ રાખતાં, ધર્માદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે તે પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે.
આ પ્રમાણે, અજ્ઞાનરૂપ ચૈતન્યપરિણામ પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com