________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
જ્ઞાનનો દરિયો પ્રભુ આત્મા છે. તેમાં તો જ્ઞાનની પર્યાયના ક્લોલો ઊછળે; તેમાંથી રાગની પર્યાય ન ઊછળે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે.
સૂક્ષ્મ તો છે પ્રભુ! પણ શું થાય? માર્ગ તો આ છે. અનંત તીર્થંકરોએ કહ્યો તે માર્ગ દિગંબર સંતોએ જગત સમક્ષ જાહેર કર્યો છે. સંતો ભગવાનના આડતિયા થઈને આ માલ તારા માટે લાવ્યા છે. પ્રભુ! તારી મહત્તા તો તું દેખ! જગતમાં અનંતા રજકણ અને અનંતા જીવ છે. પ્રત્યેક રજકણ અને પ્રત્યેક જીવ પ્રત્યેક સમયે અનંત ગુણ-પર્યાય સહિત છે. તેની સત્તાનો સ્વીકાર કરે તેવી જ્ઞાનની એક સમયની પર્યાયની અદ્દભુત તાકાત છે.
જેની એક સમયની જ્ઞાનની પર્યાયનું આવું અચિંત્ય સામર્થ્ય છે, તે આત્મા તો ત્રિકાળી જ્ઞાનનો પિંડ પ્રભુ છે. દષ્ટિ અપેક્ષાએ તો એક સમયની પર્યાય નથી તેવો એકલો પરમપારિણામિકભાવરૂપ તેનો સ્વભાવ છે. ઔદયિક આદિ જે ચાર ભાવો છે તેમાં કર્મના સદ્દભાવની વા અભાવની અપેક્ષા આવે છે. પાંચમો પારિણામિક ભાવ છે તે પરમ નિરપેક્ષ છે. તેમાં નિમિત્તની અપેક્ષા નથી. આવા સ્વભાવનું ભાન થઈને જેને ભેદજ્ઞાન થયું તે ધર્મીને, જ્ઞાન પર્યાયમાં સહજ સ્વપ૨પ્રકાશક સામર્થ્ય પ્રગટે છે. તેને તીર્થરક્ષાનો જે અનુરાગ થાય તે રાગ તેના જ્ઞાનમાં નિમિત્ત છે. તે રાગ પુદ્દગલ સાથે અભિન્ન છે અને તે સંબંધી જે જ્ઞાન થયું તે જ્ઞાન આત્માથી અભિન્ન છે. જ્ઞાનીને જે અનુરાગ થયો તે જાણેલો પ્રયોજનવાન છે બસ.
જ્ઞાનીને દયા, દાન, વ્રત આદિનો રાગ હો; એ રાગ આવે તે કાંઈ ધર્મ નથી. એ રાગ તો જ્ઞાનમાં જાણવાલાયક છે. એ રાગ જ્ઞાનથી ભિન્ન છે અને પુદ્ગલથી અભિન્ન છે. નિશ્ચયથી આત્માનો જ્ઞાયકસ્વભાવ છે. તેની અનંત શક્તિનો શુદ્ધ અને પવિત્ર છે. પવિત્રતાપણે પરિણમવું તે શકય છે પણ રાગ અને વિકાર કે જે પુદ્દગલપરિણામ છે તે-રૂપે આત્મા વડે પરિણમવું અશકય છે.
મુનિદશામાં જે પંચમહાવ્રતાદિનો રાગ આવે છે તે દ્રવ્યલિંગ છે. જેમ નગ઼દશા એ જડની દશા છે અને તે દ્રવ્યલિંગ છે તેમ પંચમહાવ્રતાદિના પરિણામ પણ દ્રવ્યલિંગ છે. તે આત્માની પર્યાય નથી. તે દ્રવ્યલિંગપણે આત્મા વડે પરિણમવું અશકય છે. ગજબ વાત છે! ભાઈ! આ સમજવા માટે ખૂબ ધીરજ જોઈએ. અને સમજીને અંતર્મુખ થવામાં અનંતગુણો પુરુષાર્થ જોઈએ. અહો ! આચાર્યદેવે કેવી અલૌકિક વાત કરી છે!
રાગથી ભિન્ન પડીને સ્વભાવસન્મુખ થવું અને સ્વભાવને (રાગથી ) અધિક જાણવો તે સમ્યજ્ઞાન છે. ચૈતન્યસ્વભાવથી વિભાવને અધિક-ભિન્ન જાણવો તે આત્માનો માર્ગ છે. ગાથા ૧૭–૧૮માં આવે છે કે આ બાળગોપાળ સૌને જ્ઞાનમાં પોતાનો આત્મા જણાઈ રહ્યો છે. જ્ઞાનની પર્યાયનો સ્વપ૨પ્રકાશપણાનો સ્વભાવ છે. તેથી જ્ઞાનની પર્યાયમાં પોતાનો દ્રવ્યસ્વભાવ અનુભવવામાં-જાણવામાં આવે છે. પરંતુ અજ્ઞાનીની દૃષ્ટિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com