________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૪ ]
| [ ૩૮૯
ચાલતા સિદ્ધ ! જ્યાં પંચમાવતનો વિકલ્પ કે દયા પાળવાનો વિકલ્પ અંતરની શાંતિને ખલેલ કરનારા ભાસે છે તે મુનિદશા કોઈ અપૂર્વ ચીજ છે. અહાહા...! જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે, કર્મ સદા કર્મમાં જ છે અને રાગ રાગમાં જ છે આવી વસ્તુસ્થિતિ જેમાં પ્રગટ ભાસે છે તે મુનિદશાની શી વાત!
સમ્યગ્દર્શન પામવામાં પરની અપેક્ષા નથી, વ્યવહારની પણ અપેક્ષા નથી. આવી વસ્તુની મર્યાદા પ્રગટ છે. “તથાપિ વત' તોપણ અરે! “ નેપચ્ચે ષ: મો: વિક્રમ મસા નાનીતિ' નેપથ્યમાં આ મોહ કેમ અત્યંત જોરથી નાચી રહ્યો છે? (એમ આચાર્યને ખેદ અને આશ્ચર્ય થાય છે.)
અહા ! અજ્ઞાનીને જ્યાં ત્યાં મોટું નાચી રહ્યો છે. મેં દાન કર્યા, મેં દયા પાળી, મેં વ્રત કર્યા, મેં પુણ્ય કર્યા-એલો અજ્ઞાનીને પરના અને રાગના કર્તાપણાનો મોહ નાચી રહ્યો છે. શરીર, મન, વાણીની ક્રિયાનો હું કર્તા તથા વીતરાગ સ્વભાવથી વિરુદ્ધ એવા વિકારના પરિણામને કરે ત્યારે તે જાતના કર્મનો જે બંધ થાય તે કર્મનો હું કર્તા-એવો મોહ ભગવાન! તને કેમ નાચે છે? આચાર્યદવ ખેદ અને આશ્ચર્ય પ્રગટ કરે છે કે-પ્રભુ! આ તને શું થયું? તું ભગવાન સ્વરૂપ છો ને! તું પામરતામાં કેમ નાચી રહ્યો છે? તારી અખંડ પ્રભુતાને છોડી તું દયા, દાનના વિકલ્પની પામરતામાં કેમ ભરાઈ ગયો છે ?
ભાઈ ! જગતમાં ચાલતા પ્રવાહથી આ તદ્દન જુદી વાત છે. બાપુ! આ તો અનાદિનો માર્ગ છે. અનંત તીર્થકરો, અનંત કેવળીઓ અને અનંત સંતોએ કહેલો આ માર્ગ છે. ભાઈ ! તું ચૈતન્ય-ચૈતન્ય પરમાત્મરૂપ પરમસ્વરૂપ છે. જ્ઞાનપરમસ્વરૂપ, આનંદપરમસ્વરૂપ, સુખપરમસ્વરૂપ, વીર્યપરમસ્વરૂપ, વીતરાગતા પરમસ્વરૂપ –એમ અનંત અનંત પરમસ્વરૂપનો મહાસાગર તું છો. તેમાં આ રાગ અને મોહ કેમ નાચે છે? તારા પરમસ્વરૂપમાં નથી, છતાં અરેરે ! પર્યાયમાં આ મોહ કેમ નાચે છે? એમ આચાર્યદવને ખેદ અને આશ્ચર્ય થાય છે.
* કળશ ૯૮: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
કર્મ તો પુદગલ છે, તેનો કર્તા જીવને કહેવામાં આવે તે અસત્ય છે. તે બંનેને અત્યંત ભેદ છે, જીવ પુદગલમાં નથી અને પુદગલ જીવમાં નથી; તો પછી તેમને કર્તાકર્મભાવ કેમ હોઈ
શકે ? '
આત્મા કર્તા અને જડ કર્મની અવસ્થા એનું કાર્ય એમ કેમ હોઈ શકે? વળી જડ કર્મ કર્તા અને જીવના વિકારના પરિણામ એનું કાર્ય એમ કેમ હોઈ શકે ? ( ન હોઈ શકે.) ઘણાનો મોટો ભ્રમ છે કે કર્મને લઈને વિકાર થાય, પણ એમ છે નહિ. નિમિત્તથી વિકાર થાય એમ કથન શાસ્ત્રમાં આવે તેનો અર્થ નિમિત્તથી વિકાર થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com