________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
બીજાને સમજાવવાના પરિણામ કે દયા, દાનના પરિણામ એ કાંઈ ધર્મ નથી. કોડ રૂપિયા દાનમાં આપે ત્યાં રાગના મંદ પરિણામ હોય તો પુણ્ય થાય, ધર્મ ન થાય. જન્મ-મરણ રહિત થવાનો રાગ કાંઈ ઉપાય નથી. અહીં કહે છે-આત્મા જ્ઞાતા છે તે જ્ઞાતામાં જ છે. રાગમાંય તે નથી અને જડ કર્મમાંય તે નથી. ભાઈ ! આવી અંતર્દષ્ટિ થવી એનું નામ સમ્યગ્દર્શન છે. એ સિવાય બીજું ધૂળધાણી છે.
ભાઈ ! તું કોણ છો! જડની પર્યાય અને પરની પર્યાય થાય તેનો તું કર્તા નથી. ભગવાન! તું તો જ્ઞાતા છો. સ્ત્રી, પુરુષ કે નપુંસકના લિંગ તારામાં નથી. મનુષ્ય, તિર્યંચ, દેવ આદિ ગતિ તારા સ્વરૂપમાં નથી. તે ગતિના કારણરૂપ જે શુભાશુભભાવ છે તે પણ તારા સ્વરૂપમાં નથી. આવો ભગવાન જ્ઞાતા તું જ્ઞાતામાં જ છે. તું કદીય રાગમાં કે પરમાં આવ્યો નથી. હું રાગી છું. રાગ મારું કર્તવ્ય છે એમ માન્યું ભલે હોય, પણ રાગમાં તું કદીય આવ્યો નથી.
પ્રવચનસાર ગાથા ૨૦૦ માં કહ્યું છે કે જ્ઞાયક તો જ્ઞાયક જ રહ્યો છે. સદા શુદ્ધ ચિતૂપ, એકરૂપ, શાશ્વત વસ્તુ હું છું એમ જ્યાં અંતરમાં અનુભવ થયો ત્યાં ભાન થયું કે જ્ઞાતા તો ત્રિકાળ જ્ઞાતાપણે જ રહ્યો છે. તે કદીય રાગમાં કે વ્યવહારમાં આવ્યો નથી. વ્યવહાર તો મનનો ધર્મ છે, ચિંતા છે, વિકલ્પ છે. જ્યારે ભગવાન આત્મા તન, મન, વચન અને વિકલ્પથી રહિત વસ્તુ છે. માટે હું ભાઈ ! બહારથી દષ્ટિ ખસેડીને શુદ્ધ દ્રવ્યમાં દષ્ટિ લગાવ. વ્યવહારના વિકલ્પથી ખસીને શુદ્ધ ચૈતન્યતત્ત્વમાં અંતર્દષ્ટિ કર.
પ્રભુ! આ તારા હિતની વાત છે. વ્યવહારના વિકલ્પથી આત્મા જણાય એમ નથી કેમકે રાગ છે તે અચેતન છે, અંધકાર છે. જેમ સૂર્ય પ્રકાશ અને અંધકાર એ બેમાં ફેર છે તેમ ચૈતન્યસ્વભાવ અને રાગમાં ફેર છે. આત્મા ચૈતન્યમય ઝળહળ જ્યોતિ જ્ઞાતા પ્રભુ-સદા જ્ઞાતા જ છે. અહાહા....! એક શબ્દમાં તો કેટલું ભર્યું છે! જાણનાર જાણનારમાં જ છે. જાણનાર પરને જાણે એમ પણ નહિ. જાણનાર પોતાને જાણે એવો એ પોતે છે. જાણનાર સદા જાણનાર જ છે. માટે વિકલ્પથી ખસી જા અને જ્યાં પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન જ્ઞાયક છે ત્યાં દષ્ટિ દે. જ્ઞાતા સદા જ્ઞાતામાં જ રહ્યો છે અને કર્મ સદા કર્મમાં જ છે; રાગ સદા રાગમાં જ છે.
પ્રથમ જડ કર્મમાં આત્મા નથી અને આત્માના અશુદ્ધ પરિણામમાં જડ કર્મ નથી એટલું સિદ્ધ કરીને પછી વાત ફેરવીને કહ્યું કે ભગવાન આત્મા ચિતૂપ, જ્ઞાનરૂપ, આનંદસ્વરૂપ, ઇશ્વર અપરિમિત સ્વભાવરૂપ છે. તેના સ્વભાવની શક્તિ બેહુદ-અપરિમિત્ત છે. એવો જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે. તેની અંતર્દષ્ટિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે, એ ધર્મની પ્રથમ દશા છે.
બાપુ! ચારિત્ર તો કોઈ અલૌકિક દશા છે! અહાહા....! ધન્ય અવતાર! ધન્ય એ મુનિદશા !! જ્યાં અતીન્દ્રિય આનંદની છોળો ઉછળે છે એ મુનિદશા ધન્ય છે. જાણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com