________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૮ ].
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
સમ્યજ્ઞાન એવી સંજ્ઞા મળે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન સમયસારથી કોઈ ભિન્ન ચીજ નથી. સમયસાર જ છે.
આ આત્મા જ્ઞાનથી ચુત થયો હતો તે જ્ઞાનમાં જ આવી મળે છે એમ હવે કહે છે:
* કળશ : ૯૪ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
તો વત' જેમ પાણી પોતાના સમૂહથી ચુત થયું થયું દૂર ગહન વનમાં ભમતું હોય તેને દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના સમૂહ તરફ બળથી વાળવામાં આવે; પછી તે પાણી, પાણીને પાણીના સમૂહુ તરફ ખેંચતું થયું પ્રવાહરૂપ થઈને, પોતાના સમૂહુમાં આવી મળે...'
| નદીનું પાણી ચાલ્યું આવતું હોય એમાંથી થોડું પાણી વહેળારૂપે બીજે રસ્તે ચઢી જાય એને ગહન વનમાં ભમતું દૂર ચાલ્યું જાય તેને દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પાણીના મૂળ સમૂર્વ તરફ બળથી વાળવામાં આવે પછી તે પાણી, પાણીને પાણીના સમૂહુ તરફ ખેંચતું થયું પ્રવાહરૂપ થઈને પાણીના મૂળ સમૂહમાં ભળી જાય છે. આ દષ્ટાંત છે.
પર્યાયમાં ભૂલ છે તે કઈ રીતે થઈ તે સમજાવે છે. અહીં દષ્ટાંતમાં પણ પાણીને બળથી વાળવામાં આવે તેમ કહ્યું છે. પાણી છૂટું પડીને ગહનવનમાં ચાલ્યું ગયું તેને કોઈ ઢાળવાળા માર્ગ દ્વારા બળથી વાળવામાં આવતા પ્રવાહરૂપ થઈને પાણીના સમૂર્વ સાથે ભળી ગયું. આ દિષ્ટાંત છે તે સિદ્ધાંત સમજવા માટે છે. દષ્ટાંત વડે સિદ્ધાંત સમજાવે છે
તેવી રીતે “યં' આ આત્મા “નિન-ગોપાત યુત:' પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી શ્રુત થયો થકો “મૂરિ-વિવે ત્ય-જ્ઞાન-દિને તૂરં બ્રામ્યન’ પ્રચુર વિકલ્પજાળના ગહન વનમાં દૂર ભમતો હતો તેને “તૂરત વ’ દૂરથી જ “વિવે-નિનામનાત’ વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા “નિન-મોધું સાત નીત:' પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો....
આ ભગવાન આત્મા પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી અનાદિ કાળથી ટ્યુત થયો છે, ભ્રષ્ટ થયો છે. પોતાનો ત્રિકાળ ધ્રુવ પ્રવાહ પડયો છે, પોતાની આખી વસ્તુ ત્રિકાળ જ્ઞાન અને આનંદના સ્વભાવથી ભરી પડી છે તેનાથી તે પર્યાયમાં શ્રુત થયો છે. ધ્રુવનો વિજ્ઞાનઘન વસ્તુનો-એકરૂપ પ્રવાહ તો એમનો એમ છે. એમાંથી તે જરા પર્યાયમાં અનાદિથી ભ્રષ્ટ થયો છે. તેને, કહે છે-દૂરથી જ એટલે કે એકદમ પુરુષાર્થથી વિવેકરૂપી ગંભીર માર્ગ દ્વારા પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com