________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૪ ]
| [ ૩૬૭
ઉત્તર:- હા, “નિરપેક્ષા નયા મિથ્યાઃ” એમ જે વાત આવે છે તેનો અર્થ એ છે કેવ્યવહાર છે એવું એનું જ્ઞાન ન કરે તો તે મિથ્યાજ્ઞાન છે. પણ વ્યવહારથી નિશ્ચય થાય એમ એનો અર્થ નથી. નિમિત્ત છે ખરું; નિમિત્ત વસ્તુ જ નથી એમ નથી. “ઉપાદાન જિંદાબાદ, નિમિત્ત મુર્દાબાદ”—એમ એકાંત નથી. ભાઈ, નિમિત્ત બીજી બાહ્ય ચીજ છે, પણ તે ઉપાદાનના કાર્યની કર્તા નથી એમ વાત છે. હુમણાં કોઈએ લખ્યું છે કે-સોનગઢવાળા નિમિત્તને માનતા નથી માટે નિષેધે છે એમ નથી; નિમિત્તથી (પરમાં) કાર્ય થાય એ વાતનો તેઓ નિષેધ કરે છે એ બરાબર છે. નિમિત્ત નથી, વ્યવહાર નથી-એમ વાત નથી; નિમિત્ત છે, પણ નિમિત્ત પરના કાર્યનું કર્તા નથી. એ રીતે વ્યવહાર છે, પણ વ્યવહાર નિશ્ચયનું વાસ્તવિક કારણ નથી. આમ યથાર્થ સમજવું જોઈએ.
હવે કહે છે-“અથવા વિક્રમ' અથવા વધારે શું કહીએ? “યત રિશ્ચન પિ મયમ વ:' જે કાંઈ છે તે આ એક જ છે. (માત્ર જુદાં જુદાં નામથી કહેવાય છે.) વિજ્ઞાન-એકરસ ભગવાન આત્મા છે તેને પરમેશ્વર કહો, ભગવાન કહો, વિષ્ણુ કહો, બ્રહ્માનંદ કહો, સહજાનંદ કહો, વીતરાગ કહો, ચારિત્રનિધિ કહો-ગમે તે નામથી કહો; વસ્તુ તો જે કાંઈ છે તે આ એક જ છે.
પ્રવચનસારની ગાથા ૨૦૦ ની ટીકામાં આવે છે કે- “જે અનાદિ સંસારથી આ જ સ્થિતિએ (જ્ઞાયકભાવપણે જ) રહ્યો છે અને જે મોહ વડે અન્યથા અધ્યવસિત થાય છે. (અર્થાત્ બીજી રીતે જણાય છે-મનાય છે), તે શુદ્ધાત્માને, આ હું મોહને ઉખેડી નાખીને, અતિ નિષ્કપ રહેતો થકો, યથાસ્થિત જ (જેવો છે તેવો જ) પ્રાપ્ત કરું .''
જ્ઞાયકભાવની સાથે અવિનાભાવપણે અનંત ગુણો છે. તે જ્ઞાયકભાવ એક જ્ઞાયકભાવ જ છે. અજ્ઞાનીને તે પ્રસિદ્ધ નથી એટલે બીજી રીતે જણાય છે. અજ્ઞાની તેને બીજી રીતે માને છે. હું રાગ છું, પુણ્ય છું. અલ્પજ્ઞ છું-એમ અજ્ઞાની અનેક પ્રકારે માને છે. પરંતુ વસ્તુ તો જે છે તે જ છે. માત્ર જુદાં જુદાં નામથી તે કહેવાય છે, છતાં વસ્તુ વિજ્ઞાનઘન પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન એક જ છે; અને તે જ ધ્યાનનો, દષ્ટિનો અને સ્વસંવેદનજ્ઞાનનો વિષય છે. અહા ! ૧૪૪મી ગાથાના કળશમાં અલૌકિક વાત કરી છે! આવા સમયસારનો નિર્વિકલ્પ અનુભવ થાય તેનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે.
રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં ૫. ટોડરમલજી સાહેબે કહ્યું છે-“જૈનમતમાં કહેલાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેને માને છે તથા અન્યમતમાં કહેલાં દેવાદિ વા તત્ત્વાદિને માને નહિ તો એવા કેવળ વ્યવહાર સમ્યત્વ વડે તે સમ્યકત્વી નામને પામે નહિ, માટે સ્વ-પરભેદવિજ્ઞાનપૂર્વક જે તત્ત્વાર્થશ્રદ્ધાન હોય તે સમ્યકત્વ જાણવું.''
શુદ્ધાત્માનાં દૃષ્ટિ, જ્ઞાન અને અનુભવ-એનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. વ્યપદેશ...” એવો શબ્દ ગાથામાં છે. સમયસારને જ કેવળ સમ્યગ્દર્શન અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com