________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
અત્યન્ત-શમ્મીમ્] ચિત્શક્તિઓના ( –જ્ઞાનના અવિભાગપરિચ્છેદોના) સમૂહના ભારથી અત્યંત ગંભી૨ [yતત્ જ્ઞાનજ્યોતિ: ] આ જ્ઞાનજ્યોતિ [અન્ત: ] અંતરંગમાં [હવ્વ: ] ઉગ્રપણે [ તથા જ્વલિતમ્] એવી રીતે જાજ્વલ્યમાન થઈ કે– [ યથાર્તા હર્તા ન ભવતિ] આત્મા અજ્ઞાનમાં કર્તા થતો હતો તે વે કર્તા થતો નથી અને [ર્મ ર્મ અપિ ન વ] અજ્ઞાનના નિમિત્તે પુદ્દગલ કર્મરૂપ થતું હતું તે કર્મરૂપ થતું નથી; [ યથા જ્ઞાનં જ્ઞાનં મવતિ TM] વળી શાન જ્ઞાનરૂપ જ રહે છે અને [પુ।ત: પુન: અવિ] પુદ્ગલ પુદ્દગલરૂપ જ રહે છે.
ભાવાર્થ:- આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાન તો જ્ઞાનરૂપ જ પરિણમે છે, પુદ્દગલકર્મનો કર્તા થતું નથી; વળી પુદ્દગલ પુદ્દગલ જ રહે છે, કર્મરૂપે પરિણમતું નથી. આમ યથાર્થ જ્ઞાન થયે બન્ને દ્રવ્યના પરિણામને નિમિત્તનૈમિત્તિકભાવ થતો નથી. આવું જ્ઞાન સમ્યગ્દષ્ટિને હોય છે.
૯૯.
ટીકા:- આ પ્રમાણે જીવ અને અજીવ કર્તાકર્મનો વેશ છોડીને બહાર નીકળી ગયા. ભાવાર્થ:- જીવ અને અજીવ બન્ને કર્તા-કર્મનો વેશ ધારણ કરી એક થઈને રંગભૂમિમાં દાખલ થયા હતા. સમ્યગ્દષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ દેખનારું છે તેણે જ્યારે તેમનાં જાદાં જુદાં લક્ષણથી એમ જાણી લીધું કે તેઓ એક નથી પણ બે છે, ત્યારે તેઓ વેશ દૂર કરી રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા. બહુરૂપીનું એવું પ્રવર્તન હોય છે કે દેખનાર જ્યાં સુધી ઓળખે નહિ ત્યાં સુધી ચેષ્ટા કર્યા કરે, પરંતુ જ્યારે યથાર્થ ઓળખી લે ત્યારે નિજ રૂપ પ્રગટ કરી ચેષ્ટા કરવી છોડી દે. તેવી રીતે અહીંપણ જાણવું.
જીવ અનાદિ અજ્ઞાન વસાય વિકાર ઉપાય બર્ણ કરતા સો, તાકર બંધન આન તણું ફલ લે સુખ દુ:ખ ભવાશ્રમવાસો; જ્ઞાન ભયે કરતા ન બને તબ બંધ ન હોય ખુલે ૫૨૫ાસો, આતમમાંહિ સદા સુવિલાસ કરૈ સિવ પાય ૨હૈ નિતિ થાસો.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની ) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં કર્તાકર્મનો પ્રરૂપક બીજો અંક સમાસ થયો.
*
*
*
સમયસાર ગાથા ૧૪૪ : મથાળું
પક્ષાતિક્રાન્ત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે–એમ હવે કહે છે:
હું અબદ્ધ છું, એક છું, શુદ્ધ છું-એવો જે પક્ષનો રાગ છે એને જે છોડી દે છે તે સમયસાર છે, એનું નામ આત્મા છે એમ નિયમથી ઠરે છે એ વાત હવે ગાથામાં કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com