________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૯૨ ]
[ ૨૩
માને છે કે “હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું, '' ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગ-દ્વેષાદિનો કર્તા થાય છે.
'
રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવ, સુખ-દુઃખ આદિ અવસથા-એ બધો પુદ્દગલકર્મના ઉદયનો સ્વાદ છે. એ આત્માના આનંદનો સ્વાદ નથી. શીતઉષ્ણપણાની માફક એ પરિણામો પુદ્દગલથી અભિન્ન છે. ભગવાન શાયથી તે પરિણામ અત્યંત ભિન્ન છે. દયા, દાન, વ્રત આદિના પરિણામ આત્માથી અત્યંત ભિન્ન છે. પરંતુ અજ્ઞાનીને આવું ભેદજ્ઞાન નથી. તેથી તે એમ જ જાણે છે કે આ સ્વાદ મારો જ છે. અજ્ઞાની માને છે કે રાગ મારી ચીજ છે. અરે ભાઈ ! તારી ચીજ તો જ્ઞાયક છે. જ્ઞાયક મારી ચીજ છે એમ માનવાને બદલે રાગ મારી ચીજ છે એમ માને છે તે અજ્ઞાન છે, મિથ્યાત્વ છે.
જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગ-દ્વેષાદિનો સ્વાદ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. જેવો રાગ થાય એવું જ્ઞાનમાં જાણવામાં આવે છે. ત્યાં જાણે કે જ્ઞાન જ રાગદ્વેષરૂપ થઈ ગયું હોય એમ અજ્ઞાનીને ભાસે છે. રાગ તો ખરેખર જ્ઞાનનું પરશેય છે. પણ એમ ન માનતાં હું રાગદ્વેષપણે જ થઈ ગયો છું એમ અજ્ઞાનીને ભાસે છે. તેથી તે એમ માને છે કે હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગદ્વેષાદિ કર્મોનો કર્તા થાય છે; પણ પોતાના જ્ઞાતાદષ્ટાસ્વભાવનું ભાન પ્રગટ કરતો નથી.
[પ્રવચન નં. ૧૫૭ ( શેષ ), ૧૫૮ * દિનાંક : ૧૬-૮-૭૬ અને ૧૭–૮–૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com