________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
પરંતુ અજ્ઞાની પોતાના ચૈતન્યસ્વરૂપ ભગવાનને ભૂલીને પરલક્ષે રાગની-અજ્ઞાનની પ્રસિદ્ધિ કરે છે અને તેથી તે રાગનો કર્તા થાય છે.
આ પરમાત્માની દિવ્યધ્વનિમાં આવેલી પરમ સત્ય વાત છે. બે ચાર માસ શુદ્ધ ચૈતન્યની વાત પણ સાંભળે તોપણ જીવને ઊંચાં પુણ્ય બંધાઈ જાય છે અને તે પુણ્યના ઉદયથી લક્ષ્મી આદિ સામગ્રી મળે છે. અહા ! તો રાગનું લક્ષ છોડી શદ્ધ ચૈતન્યની દૃષ્ટિ કરે એ શી વાત! એ તો ન્યાલ થઈ જાય છે. એને તો જે વડ જન્મ-મરણનો અંત આવે એવું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ભાઈ! પુણ્યના યોગે બહારની લક્ષ્મી આદિ મળે એ તો ધૂળ છે. તથા પુણ્ય અને એના ફળને પોતાના માને એ મિથ્યાત્વ છે. જીવ તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, પણ પુણ્યપાપ આદિ અજીવને પોતાના માને તે મિથ્યાષ્ટિ છે. મિથ્યાષ્ટિ જીવ પોતે અજ્ઞાની થયો થકો “આ હું રાગી છું' ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે. હું રાગી છું એટલે રાગ મારું કર્તવ્ય છે અને હું રાગનો કર્તા છું એમ અજ્ઞાનીને પ્રતિભાસે છે. જ્યાં સુધી દષ્ટિ રાગ ઉપર છે ત્યાં સુધી તે રાગનો કર્તા છે અને ત્યાંસુધી મિથ્યાદષ્ટિ છે. આવો આ વીરનો માર્ગ છે! આવે છે ને કે
વીરનો મારગ છે વીરાનો, એ કાયરના નહિ કામ જો ને''
ભાઈ ! રાગથી ધર્મ માને તે કાયર નપુંસક છે. આત્મામાં વીર્ય નામનો ગુણ છે. એ વીર્ય ગુણ તો નિર્મળ પરિણતિ ઉત્પન્ન કરે તેવો છે. રાગની ઉત્પત્તિ થાય તે વીર્યગુણનું કામ નહિ. રાગને ઉત્પન્ન કરનારી પર્યાયને તો નપુંસક કહેવામાં આવે છે. સમયસાર ગાથા ૩૯માં આત્માનું અસાધારણ લક્ષણ નહિ જાણવાને લીધે અજ્ઞાનીને નપુંસક કહ્યો છે. તેમ જ શુભરાગની રુચિ કરે, શુભરાગની રચના કરે તેને પુણ્ય પાપ અધિકારની ૧૫૪મી ગાથામાં નામર્દ એટલે નપુંસક કહ્યો છે. ત્યાં કહ્યું છે કે- “દુરંત કર્મચક્રને પાર ઉતરવાની નામર્દાઈને લીધે...પોતે સ્થૂળ લક્ષ્યવાળા હોઈને સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી.'' આવા જીવોને નામર્દ, નપુંસક એટલે હીજડા કહ્યા છે. પાઠમાં (ટકામાં) વસ્તીવ’ શબ્દ છે.
આ પ્રમાણે જ્ઞાનાનંદસ્વભાવની દષ્ટિ છોડીને રાગપણે પરિણમતો અજ્ઞાની હું રાગી છું અને આ રાગને હું કરું છું એવી બુદ્ધિ વડ રાગનો કર્તા થાય છે.
* ગાથા ૯૨ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
રાગ-દ્વેષ-સુખ-દુ:ખાદિ અવસ્થા પુદ્ગલકર્મના ઉદયનો સ્વાદ છે; તેથી તે, શીતઉષ્ણપણાની માફક, પુદ્ગલકર્મથી અભિન્ન છે. અને આત્માથી અત્યંત ભિન્ન છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે; કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગદ્વેષાદિનો સ્વાદ, શીત-ઉષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં, જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું હોય એવું અજ્ઞાનીને ભાસે છે. તેથી તે એમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com