________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૨ ]
| પ્રવચન રત્નાકર ભાગ-૫
અપાર અનંત-ગુણનો પિંડ પ્રભુ સમયસાર આત્મા છે. મુનિરાજને તેનું સ્વાનુભવમાં પ્રચુર સંવેદન છે. અનુભવ કાળે “હું અનુભવું છું' એવો વિકલ્પ હોતો નથી; માત્ર પરમસ્વરૂપ પરમાત્માનો અનુભવ જ વર્તે છે.
આ લક્ષ્મીનો સ્વામી થાય એ તો જડનો સ્વામી છે; અને ધર્મી સ્વાનુભવજનિત આનંદનો સ્વામી છે. અહા ! ધર્મીને નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે “હું અનુભવું છું” એવો વિકલ્પ પણ રહેતો નથી એવી અદભુત અલૌકિક ધર્મીની દશા છે.
[ પ્રવચન નં. ૧૯૭-૧૯૮
*
દિનાંક ૧૦-૧૦-૭૬ અને ૧૧-૧૦-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com