________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૪૩
पक्षातिक्रान्तस्य किं स्वरूपमिति चेत्
दोण्ह वि णयाण भणिदं जाणदि णवरं तु समयपडिबद्धो। ण दु णयपक्खं गिण्हदि किंचि वि णयपक्खपरिहीणो।। १४३ ।।
द्वयोरपि नययोर्भणितं जानाति केवलं तु समयप्रतिबद्धः। न तु नयपक्षं गृह्णाति किञ्चिदपि नयपक्षपरिहीनः ।। १४३ ।।
પક્ષીતિકાન્તનું (પક્ષને ઓળંગી ગયેલાનું) શું સ્વરૂપ છે?'—એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા હવે કહે છે:
નયદ્ધયકથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ છે, નયપક્ષ કંઈ પણ નવ ગ્રહે, નયપક્ષથી પરિહીન તે. ૧૪૩.
ગાથાર્થ - [ નયપક્ષપરિદીન:] નયપક્ષથી રહિત જીવ, [સમયપ્રતિવર્લ્ડ:] સમયથી પ્રતિબદ્ધ થયો થકો (અર્થાત ચિસ્વરૂપ આત્માને અનુભવતો થકો ), [દયો: ]િ બન્ને [નયયો.] નયોના [ભણિત ] કથનને [વાં તુ] કેવળ [ નાનાતિ] જાણે જ છે [1] પરંતુ [ નયપક્ષ ] નયપક્ષને [ વિચિત્ બ]િ જરા પણ [ન ગૃતિ] ગ્રહણ કરતો નથી.
ટીકા:- જેવી રીતે કેવળી ભગવાન, વિશ્વના સાક્ષીપણાને લીધે, શ્રુતજ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહારનિશ્ચયનયપક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ, નિરંતર પ્રકાશમાન, સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન વડે સદા પોતેજ વિજ્ઞાનઘન થયા હોઇને, શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે ( અર્થાત્ શ્રુતજ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે) સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી, કોઇ પણ નયપક્ષને ગ્રહતા નથી, તેવી રીતે જે (શ્રુતજ્ઞાની આત્મા), ક્ષયોપશમથી જેમનું ઊપજવું થાય છે એવા શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહુ નિવૃત્ત થયો હોવાને લીધે, શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહારનિશ્ચયનયપક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ, અતિ તીક્ષ્ણ જ્ઞાનદષ્ટિથી ગ્રહવામાં આવેલા, નિર્મળ, નિત્ય-ઉદિત; ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે (અર્થાત્ ચૈતન્યમય આત્માના અનુભવન વડે) તે વખતે (અનુભવ વખતે) પોતે જ વિજ્ઞાનઘન થયો હોઇને, શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પરૂપ તથા બહિર્ષલ્પરૂપ વિકલ્પોની
ભૂમિકાના અતિક્રાન્તપણા વડ સમસ્ત નયપક્ષના ગ્રહણથી દુર થયો હોવાથી. કોઈ પણ નયપક્ષને ગ્રહુતો નથી, તે (આત્મા)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com