________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૨ ]
[ ૩૨૭
તેની મોટપની તને ખબર નથી, ભાઈ ! આ વિકલ્પ છે એ તો કલંક છે, હીણપ છે. હીણપથી મોટપ કેમ પમાય? ભગવાન! વીતરાગમૂર્તિ આત્મા છે તે રાગની હીણપથી કેમ પમાય? તું સહેલું કરવા માગે અને બીજી રીતે માને પણ એનાથી વસ્તુ પ્રાપ્ત નહિ થાય. વ્યવહારનું લક્ષ છૂટીને જ આત્માનુભવ પ્રગટ થાય છે. આ જ રીત છે.
પ્રશ્ન:- તો પ્રવચનસારમાં આવે છે કે ક્રિયાકાંડથી જ્ઞાનકાંડ થાય છે, તે કેવી રીતે છે?
ઉત્તર:- ભાઈ ! એ તો વ્યવહારનયનું કથન છે. એનો અર્થ એમ છે કે કર્મકાંડનો જે રાગ છે તેનાથી છૂટી જાય છે ત્યારે જ્ઞાનકાંડ થાય છે. જિનવચન પૂર્વાપર વિરોધરહિત સત્ય હોય છે. તેને યથાર્થ સમજવું જોઈએ.
ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માનો આશ્રય લે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. તેમાં વ્યવહારની કોઈ અપેક્ષા નથી અર્થાત્ એટલી અપેક્ષા છે કે વ્યવહારની ત્યાં ઉપેક્ષા કરવામાં આવી છે. સ્વભાવની અપેક્ષા કરતાં વ્યવહારની ઉપેક્ષા થઈ જાય છે.
* કળશ ૯૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
“ચૈતન્યનો અનુભવ થતાં સમસ્ત નયોના વિકલ્પરૂપી ઇન્દ્રજાળ તે ક્ષણે જ વિલય પામે છે; એવો ચિપ્રકાશ હું છું.”
આવો છું, આવો છું એમ કહે પણ એ તો વિકલ્પ છે. સ્વરૂપમાં વિકલ્પ કયાં છે? નિર્વિકલ્પ ચૈતન્યમાં દષ્ટિ દેતાં સર્વ વિકલ્પ મટી જાય છે અને એ જ સ્વાનુભવરૂપ ધર્મ છે.
[ પ્રવચન નં. ૧૯૦ શેષ થી ૧૯૭ ચાલુ *
દિનાંક ૩-૧૦-૭૬ થી ૧૦-૧૦-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com