________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
માનું? પણ ભાઈ, એ તો વ્યવહારનયનાં કથન છે. કર્મ તો જડ છે, તે કઈ રીતે જ્ઞાનનો ઘાત કરે? એનો અર્થ તો એવો છે કે પોતે પોતાને ભૂલીને પર્યાયમાં હીણી દશારૂપે પરિણમે છે ત્યારે ઘાતી કર્મને તેમાં નિમિત્ત કહેવામાં આવે છે. કર્મ નડે છે એમ વાત જ નથી.
અહીં એ બધી વાત ઉડાડી દીધી છે. ભગવાન આત્મદ્રવ્ય પૂર્ણાનંદ પ્રભુ અનંતગુણે વિરાજમાન પરિપૂર્ણ દ્રવ્ય છે. તેનો હીણી પર્યાયથી ઘાત થતો નથી એવી પરિપૂર્ણ વસ્તુ એ છે. અજ્ઞાની કહે છે કે હું કર્મથી હણાઈ ગયો છું. ભગવાન કહે છે-ભાઈ ! તું હણાઈ ગયો નથી. વસ્તુમાં હીણાપણું છે જ નહિ; વસ્તુ તો સદાય પરિપૂર્ણ સ્વરૂપે છે. પર્યાયમાં પોતે હીણી દશારૂપે પરિણમે છે ત્યારે કર્મને નિમિત્ત કહે છે. નિમિત્ત પરદ્રવ્ય છે, તે તને અડતુંય નથી. તો પરદ્રવ્ય તને શું કરે? આત્મા ચૈતન્યવહુ પરિપૂર્ણ છે. તેમાં ઘાત કેવો? ઓછપ કેવી ? હીણપ કેવી?
અહીં કહે છે કે નયપક્ષની કક્ષા એના સ્વરૂપમાં કેવી ? બદ્ધ છું, અશુદ્ધ છું, –એ તો પહેલેથી કાઢી નાખ્યું છે પણ અબદ્ધ છું, શુદ્ધ છું એવો જે નયપક્ષનો વિકલ્પ ઊઠે છે તે પણ વસ્તુના સ્વરૂપમાં નથી. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનું દળ છે. તેમાં એકલી શાંતિશાંતિ-શાંતિ અનંત વીતરાગતા પડી છે; તેમાં આ નયપક્ષની કક્ષાનો અભાવ છે. સ્થૂળ વ્યવહારનો તો અભાવ છે પણ નિશ્ચયના પક્ષરૂપ વિકલ્પનો પણ તેનામાં અભાવ છે. આવા શુદ્ધ ચૈતન્યસ્વભાવ ઉપર દૃષ્ટિ દેવી તે દ્રવ્યદૃષ્ટિ એટલે કે સમ્યક દૃષ્ટિ છે. હવે કહે છે
આવી “મદતી' મોટી “નયપક્ષક્ષામ' નયપક્ષકક્ષાને (નવપક્ષની ભૂમિને) વ્યતીત્ય' ઓળંગી જઈને (તત્ત્વવેદી) “મન્ત: વદિ:' અંદર અને બહાર “સમરસૈવરસસ્વભાવ', સમતારસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા “અનુભૂતિમાત્રમ્ છમ્ વં માવ' અનુભૂતિમાત્ર એક પોતાના ભાવને (-સ્વરૂપને) “૩યાતિ' પામે છે.
હું એક છું, શુદ્ધ છું એવો જે વિકલ્પ છે તે રાગની આગ છે. છ૭ઢાલામાં આવે છે ને
“યહ રાગ-આગ દહે સદા, તાતેં સમામૃત સેઈયે''
શું કહ્યું? હું આવો છું એવો જે વિકલ્પ છે તે રાગરૂપી આગ છે. તેને ઓળંગી જઈને જે તત્ત્વવેદી છે તે અંદર અને બહાર સમતારસરૂપી એકરસ જ જેનો સ્વભાવ છે એવા અનુભૂતિમાત્ર એક પોતાના ભાવને પામે છે.
અંદર અને બહાર સમતારસરૂપી એક જ આત્માનો સ્વભાવ છે. અંતર સ્વભાવ તો વીતરાગસ્વરૂપ છે અને બહાર પર્યાયમાં પણ એક સમરસભાવ પ્રગટ થાય એ સ્વભાવ છે. ત્યાં હું આવો છું એવા વિકલ્પને છોડી જેણે દૃષ્ટિને દ્રવ્ય ઉપર જોડી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com